World Cup 2023: ઈંગ્લેન્ડ સામેની મેચમાં ઉતરતાની સાથે જ રોહિતે સર્જ્યો ઈતિહાસ 

World Cup 2023: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) આઈસીસી વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન એક ઈતિહાસ રચ્યો છે. રોહિત શર્મા આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે પોતાની 100મી મેચ રમ્યા. 29મી ઓક્ટોબરને રવિવારના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બપોરે 2:00 વાગ્યાથી રસાકસીભર્યો જંગ જામ્યો છે. World Cup 2023માં […]

Share:

World Cup 2023: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) આઈસીસી વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન એક ઈતિહાસ રચ્યો છે. રોહિત શર્મા આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે પોતાની 100મી મેચ રમ્યા. 29મી ઓક્ટોબરને રવિવારના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બપોરે 2:00 વાગ્યાથી રસાકસીભર્યો જંગ જામ્યો છે.

World Cup 2023માં જીતની ડબલ હેટ્રિક માટે ઉત્સુક્તા

રવિવારે લખનૌના ઈકાના સ્ટેડિયમ ખાતે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. ભારતીય સમયાનુસાર બપોરે 2:00 વાગ્યે મેચ શરૂ થ પણ બંને કેપ્ટન, રોહિત શર્મા અને જોસ બટલર ટોસ ઉછાળવા માટે અડધો કલાક વહેલા મેદાનમાં ઉતરશે. ભારત વર્લ્ડ કપના તમામ 5 મુકાબલા જીત્યું છે ત્યારે ટીમ ઈન્ડિયા જીતની ડબલ હેટ્રિક માટે ઉત્સુક છે. 

વધુ વાંચો… MS Dhoniએ એક ઈવેન્ટમાં આપ્યું નિવેદન, કહ્યું- લોકો મને સારા ક્રિકેટર તરીકે યાદ કરતાં રહે એ જરૂરી નહીં

બીજી તરફ ગઈ વખતના ચેમ્પિયન ઈંગ્લેન્ડ માટે વર્લ્ડ કપ 2023 (World Cup 2023) દુઃસ્વપ્ન સમાન છે. ઈંગ્લેન્ડની ટીમ 5માંથી 4 મેચ હારીને પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે 10મા ક્રમે છે. 

Rohit Sharma ખાસ ઉપલબ્ધિ હાંસલ કરશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની રવિવારની મેચમાં રોહિત શર્મા કેપ્ટન તરીકે 100મી વખત મેદાનમાં ઉતર્યા.. આ સાથે જ તેઓ ભારત માટે કેપ્ટન તરીકે 100 મેચ રમનારા ખેલાડી પણ બની ગયા છે.. રોહિત શર્માનું કેપ્ટન તરીકેનું અત્યાર સુધીનું પ્રદર્શન ખૂબ શાનદાર રહ્યું છે. તેણે ત્રણેય ફોર્મેટ, ટી20, વનડે અને ટેસ્ટમાં ખૂબ શાનદાર રીતે કેપ્ટન પદ નિભાવ્યું છે. 

રોહિત શર્માએ ટી20માં કુલ 51 વખત કેપ્ટન પદ નિભાવ્યું છે જેમાંથી 39 મેચમાં વિજય મળ્યો છે અને 12 મેચમાં હાર મળી છે. ટી20માં રોહિતની જીતની ટકાવારી 76.47%ની છે. વનડેની વાત કરીએ તો હિટમેને 38 મુકાબલામાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી કરી છે અને તેમાંથી 28 મેચમાં વિજય મળ્યો છે જ્યારે 9માં હાર. વનડેમાં રોહિતનો સક્સેસ રેટ 73.68%નો છે. 

9 ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ

કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં વધુ કેપ્ટનશિપ નથી કરેલી. તે માત્ર 9 મેચમાં કેપ્ટન રહ્યો છે જેમાંથી 5 મેચમાં વિજય મળ્યો હતો જ્યારે 2માં હાર મળી હતી અને 2 મેચ ડ્રો રહી હતી. ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનનો સક્સેસ રેટ 71.42%નો છે. રોહિત શર્માનો કેપ્ટન તરીકેનો રેકોર્ડ ખૂબ શાનદાર છે અને તેણે ટી20, વનડે અને ટેસ્ટ એમ ત્રણેય ફોર્મેટમાં 70%થી વધારે સક્સેસ રેટ મેળવ્યો છે.

ત્યારે રોહિત શર્મા કેપ્ટન તરીકેની આ ખાસ 100મી મેચમાં ઈંગ્લેન્ડ સામે વિજય મેળવવા માટે ઉત્સુક છે.