World Cup 2023: પાકિસ્તાનની હાર બાદ વસીમ અકરમ રોષમાં, કહ્યું- રોજ 8 કિલો મટન ખાઓ છો..

World Cup 2023: અફઘાનિસ્તાન સામે વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં મળેલા કારમા પરાજય બાદ પાકિસ્તાનની ક્રિકેટ ટીમની ભારે ટીકા થઈ રહી છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે (Wasim Akram) તો પાકિસ્તાની ખેલાડીઓના ભોજન સામે જ સવાલ ઉભો કર્યો છે.  અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન પાકિસ્તાની ટીમે ફીલ્ડિંગમાં ભારે ગોટાળા કર્યા હતા અને […]

Share:

World Cup 2023: અફઘાનિસ્તાન સામે વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં મળેલા કારમા પરાજય બાદ પાકિસ્તાનની ક્રિકેટ ટીમની ભારે ટીકા થઈ રહી છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે (Wasim Akram) તો પાકિસ્તાની ખેલાડીઓના ભોજન સામે જ સવાલ ઉભો કર્યો છે. 

અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન પાકિસ્તાની ટીમે ફીલ્ડિંગમાં ભારે ગોટાળા કર્યા હતા અને બોલ જાણે તેમના હાથમાં સાબુ લગાવ્યો હોય તેમ હાથમાંથી સરકી રહ્યો હતો. ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ વસીમ અકરમે પાકિસ્તાની ખેલાડીઓના ફિટનેસ સામે સવાલ ઉઠાવ્યો છે. 

વધુ વાંચો: PCBએ ભારતની ફરિયાદ કરી તો ટીમના હિન્દુ ક્રિકેટરે દેખાડ્યો અરીસો

World Cup 2023માં પાકિસ્તાનની સતત ત્રીજી હાર

અફઘાનિસ્તાને વર્લ્ડ કપના 22મા મુકાબલામાં પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો અને તે 8 વિકેટથી વિજેતા બન્યું હતું. આ સાથે જ પાકિસ્તાનને વર્લ્ડ કપમાં સતત ત્રીજો આંચકો મળ્યો હતો. તે પહેલા પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા અને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે. મેચ દરમિયાન પાકિસ્તાની ટીમની ફીલ્ડિંગ ટુર્નામેન્ટ દરમિયાન સૌથી નબળી રહી હતી. ત્યારે પૂર્વ કેપ્ટન વસીમ અકરમે પાકિસ્તાની ક્રિકેટર્સની ફિટનેસ સામે જ સવાલ ઉઠાવ્યો છે. 

વધુ વાંચો: 20 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે ભારતનો વિજય

વસીમ અકરમે કહ્યું, રોજ 8 કિલો મટન…

અફઘાનિસ્તાન સામેની મેચમાં હાર બાદ વસીમ અકરમે (Wasim Akram) એક ટીવી શો દરમિયાન કહ્યું હતું કે, “આજનો દિવસ ખરેખર ખરાબ હતો. 280 રન પર પહોંચવું એ પણ માત્ર 2 વિકેટ ગુમાવી. આ ખૂબ મોટી વાત છે. આમની (પાકિસ્તાન) ફીલ્ડિંગ જુઓ. 3 અઠવાડિયાથી એમ લાગી રહ્યું છે જાણે આ ખેલાડીઓ 2 વર્ષથી ફિટનેસ ટેસ્ટ માટે જ નથી ગયા. જો હું એમના નામ લેવાનું શરૂ કરીશ તો એમના માથા ઝુકી જશે. આ ખેલાડીઓ રોજ 8 કિલો મટન ખાઈ રહ્યા છે તો પણ ફિટ નથી.”

વધુમાં કહ્યું હતું કે, “જુઓ સૌ ખેલાડીઓને દેશ માટે રમવાના પૈસા મળી રહ્યા છે. મિસ્બાહ ઉલ હક જ્યારે કોચ હતા ત્યારે કોઈ એમને પસંદ નહોતું કરતું. તેમનો ફિટનેસ ક્રાઈટેરિયા શ્રેષ્ઠ હતો. જે મેદાન પર કામ કરતો હતો. ફીલ્ડિંગ માટે ફિટનેસ ખૂબ જરૂરી છે. આપણે એમાં ઉણા ઉતરી રહ્યા છીએ. આપણે હાલ એ પોઝિશન પર છીએ.”

વર્તમાન વર્લ્ડ કપ 2023  (World Cup 2023)માં પાકિસ્તાનની ટીમે સૌથી ખરાબ ફીલ્ડિંગ કરી છે. બાબર આઝમની આગેવાનીવાળી ટીમે અનેક કેચ છોડ્યા, ખોટા રન આપ્યા અને રન આઉટની તકો પણ ગુમાવી. જો તેમનું પર્ફોર્મન્સ આવું જ રહેશે તો તેમનું ટોપ 4માં પહોંચવું મુશ્કેલ બની જશે. પાકિસ્તાને સેમીફાઈનલમાં ક્વોલિફાઈ થવા હવે તમામ મેચ જીતવી પડશે.