World Cup 2023: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ‘ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ'ની પસંદગી કરી, વિરાટ કોહલીને કેપ્ટન બનાવવામાં આવ્યો

રોહિત શર્મા બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થયો

Courtesy: Image: Twitter

Share:

 

World Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ (World Cup 2023)માં અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન કર્યું છે. કુલ 4 ટીમોએ સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે, જેમાં ભારત, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.  આજે 15 નવેમ્બરે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઈનલ રમાવાની છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ‘ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ’ની પસંદગી કરી છે. જેમાં વિરાટ કોહલીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે રોહિત શર્માને ટીમની બહાર રાખવામાં આવ્યો છે. 

 

ઓસ્ટ્રેલિયાએ World Cup 2023 માટે બેસ્ટ પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ (World Cup 2023) માટે વિશ્વની સર્વશ્રેષ્ઠ રમતી ટીમની પસંદગી કરી છે. જેમાં વિરાટ કોહલીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ડી કોક અને ડેવિડ વોર્નરને ઓપનિંગ બેટ્સમેન તરીકે તક આપવામાં આવી છે. ડી કોકે અત્યાર સુધીમાં 4 અડધી સદી ફટકારી છે. 

 

વિરાટ કોહલી અને રચિન રવિન્દ્રને પણ મિડલ ઓર્ડરમાં સામેલ કરવામાં આવ્યા છે, જેઓ આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 9 મેચમાં 594 રન બનાવ્યા છે, જ્યારે રચિને પણ 565 રન બનાવ્યા છે. આ સિવાય એડન માર્કરામ અને ગ્લેન મેક્સવેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.   

 

વર્લ્ડ કપ (World Cup 2023)માં કેપ્ટન અને બેટ્સમેન તરીકે રોહિત શર્માનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે આ વર્લ્ડ કપમાં 500 થી વધુ રન બનાવ્યા છે, જ્યારે તેની કપ્તાનીમાં ભારતે સતત 9 મેચ જીતી છે. રોહિત વર્લ્ડ શર્મા વર્લ્ડ કપમાં સતત 9 મેચ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે. ત્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેને પોતાની ટીમમાંથી બહાર કરીને ચાહકોને નિરાશ કર્યા છે.

 

બોલિંગની વાત કરીએ તો એડમ ઝમ્પા અને રવિન્દ્ર જાડેજાને સ્પિન બોલર તરીકે તક મળી છે. એડમ ઝમ્પાએ વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી છે અને અત્યાર સુધી 9 મેચમાં 22 વિકેટ લીધી છે. રવિન્દ્ર જાડેજાએ 16 વિકેટ પણ લીધી છે. આ સિવાય ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ શમી અને માર્કો જાનસેનને તક આપવામાં આવી છે. 

 

મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ (World Cup 2023)માં આક્રમક બોલિંગ કરી છે. તેણે અત્યાર સુધી 5 મેચમાં 16 વિકેટ લીધી છે, તેના સિવાય જસપ્રિત બુમરાહને પણ તક આપવામાં આવી છે, જ્યારે શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાને 12માં ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. 

 

વર્લ્ડ કપમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે સેમિફાઈનલ મેચ રમાશે. છેલ્લી વખત ટીમ ઈન્ડિયાને 2019માં હારનો સામનો કરવો પડયો હતો. ટીમ ઈન્ડિયા એ હારને અત્યાર સુધી ભૂલી નથી શકી અને આ વખતે તે મુંબઈમાં કિવી ટીમ પાસેથી બદલો લેશે.