World Cup Final: મિશેલ માર્શને ચડ્યો જીતનો નશો, ટ્રોફી પર પગ મુકી દેખાડ્યો પાવર

અનેક લોકો સોશિયલ મીડિયા પર શેમ ઓન યુ મિશેલ માર્શ લખીને પોતાનો રોષ દર્શાવી રહ્યા છે

Courtesy: Image: Twitter

Share:

 

World Cup Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમે છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 6 વિકેટથી હરાવીને શાનદાર વિજય મેળવ્યો હતો. જોકે આ જીત બાદ ઓસ્ટ્રેલિયન પ્લેયર મિશેલ માર્શનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

World Cup Finalમાં ઓસ્ટ્રેલિયાનો વિજય

ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. 

 

ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટને પૂર્ણ કરીને ઓસ્ટ્રેલિયાએ ખૂબ જ મહત્વની એવી આ મેચમાં જીત મેળવી લીધી છે તથા ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપનું છઠ્ઠી વખત ચેમ્પિયન બન્યું છે. 

મિશેલ માર્શના ફોટાનો વિરોધ

વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. જોકે ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન પ્લેયર મિશેલ માર્શનો એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

 

આ ફોટોમાં સ્ટાર બેટ્સમેન મિશેલ ડ્રેસિંગ રૂમમાં ટ્રોફી પર પગ રાખીને બેઠેલો દેખાય છે. ઉપરાંત તેની બોડી લેંગ્વેજમાં ખૂબ જ ઘમંડ ઝળકી રહ્યું છે. આ ઉપરાંત તેણે જીતનો સંકેત દર્શાવવા હાથની મુઠ્ઠી પણ વાળી રાખી છે. 

 

જીતના નશામાં મિશેલ માર્શ વર્લ્ડ કપની ટ્રોફીનું સન્માન કરવું જોઈએ તે વાત ભૂલી ગયો અને આમ ઓસ્ટ્રેલિયાની ટીમ જીતીને પણ નૈતિક રીતે હારી ગઈ તેમ જણાઈ રહ્યું છે. ત્યાં રહેલો ઓસ્ટ્રેલિયન ટીમનો સ્પોર્ટ્સ સ્ટાફ પણ તેને આવું કરતા અટકાવતો નથી તે ચોંકાવનારી વાત કહેવાય. જોકે ક્રિકેટ પ્રેમીઓ માટે આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને અનેક લોકો સોશિયલ મીડિયા પર શેમ ઓન યુ મિશેલ માર્શ લખીને પોતાનો રોષ દર્શાવી રહ્યા છે. 

 

મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયાની 2015ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતો. એક તરફ તેના ટ્રોફી પર પગ રાખીને બેસવાના પોઝની ટીકા થઈ રહી છે ત્યારે તેના બચાવમાં ઉતરેલા લોકોએ ટ્રોફી તેમની છે એટલે ગમે તે કરે તેવી દલીલ કરી હતી. 

ટીમ ઈન્ડિયા એક વખત ઓસ્ટ્રેલિયાનું ઘમંડ ભાંગશે

મિશેલ માર્શે વર્લ્ડ કપની ફાઈનલ (World Cup Final) મેચમાં બેટિંગ નહોતી કરી પરંતુ તે પોતાની હરકતોથી ચોક્કસ ચર્ચામાં આવ્યો છે. માર્શ ફાઈનલ મેચમાં 15 રનની ઈનિંગ રમ્યો હતો. બોલિંગ કરતી વખતે તેણે 2 ઓવર નાંખી અને એક પણ વિકેટ લીધી ન હતી. મિશેલ માર્શને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સનું કહેવું છે કે, ભારતીય ટીમ એક દિવસ ઓસ્ટ્રેલિયાનું આ ઘમંડ ચોક્કસપણે તોડી નાખશે.