યુવરાજ સિંહે વર્લ્ડ કપને લઈ ટીમ ઈન્ડિયા સામે કર્યો સવાલ, વીરેન્દ્ર સેહવાગે આપ્યો જોરદાર જવાબ

છેલ્લે જ્યારે ભારતમાં ક્રિકેટના વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એમએસ ધોનીની આગેવાનીવાળી ટીમે મુંબઈના ખીચોખીચ ભરેલા વાનખેડે સ્ટેડિયમમાં ટ્રોફી ઉઠાવીને 28 વર્ષની પ્રતિક્ષાનો અંત આણ્યો હતો. આ ઘટના આજથી 12 વર્ષ પહેલા બની હતી. વચ્ચેના સમયગાળામાં ભારતને દરેક ફોર્મેટમાં વર્લ્ડ કપમાં નિરાશા જ સાંપડી છે.  આ વર્ષે ઓક્ટોબર મહિનામાં રોહિત શર્મા પાસે ધોનીનું […]

Share:

છેલ્લે જ્યારે ભારતમાં ક્રિકેટના વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એમએસ ધોનીની આગેવાનીવાળી ટીમે મુંબઈના ખીચોખીચ ભરેલા વાનખેડે સ્ટેડિયમમાં ટ્રોફી ઉઠાવીને 28 વર્ષની પ્રતિક્ષાનો અંત આણ્યો હતો. આ ઘટના આજથી 12 વર્ષ પહેલા બની હતી. વચ્ચેના સમયગાળામાં ભારતને દરેક ફોર્મેટમાં વર્લ્ડ કપમાં નિરાશા જ સાંપડી છે. 

આ વર્ષે ઓક્ટોબર મહિનામાં રોહિત શર્મા પાસે ધોનીનું જે કારનામુ હતું તેને રીપિટ કરવાની અને એક દશકાથી ICC વર્લ્ડ કપ મેળવવાની અભિલાષા પૂરી કરવાની તક છે. જોકે રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ મેળવી શકશે કે નહીં તે એક સવાલ છે. ભારતના પૂર્વ ધાકડ ઓલરાઉન્ડર અને 2011માં ભારતના વિજયના સૂત્રધારો પૈકીના એક યુવરાજ સિંહે પણ વર્લ્ડ કપ અંગે આ જ સવાલ કર્યો છે. જોકે તેના જવાબમાં વીરેન્દ્ર સેહવાગે જે કહ્યું તે રોહિત શર્માની ટીમ માટે મહત્વનું છે. 

યુવરાજ સિંહે કર્યો આ સવાલ

યુવરાજ સિંહે ગુરૂવારના રોજ X (ટ્વિટર) પર વર્તમાન ભારતીય ટીમની પ્રેશર સહન કરવાની અને ઘરેલુ દર્શકો સામે 12 વર્ષ પહેલા તેમની ટીમની માફક શાનદાર પ્રદર્શન આપવાની ક્ષમતા સામે સવાલ કર્યો હતો. યુવરાજ સિંહે પોસ્ટમાં લખ્યું હતું કે, આપણે સૌ ICC વર્લ્ડ કપ 2023માં 2011ની પુનરાવૃત્તિ ઈચ્છીએ છીએ પણ 2011માં ટીમ ઈન્ડિયા દબાણના કારણે ચમકી હતી. 2023માં ટીમ ફરી પ્રદર્શન કરવાના દબાણમાં છે. શું આપણા પાસે આમાં બદલાવ માટે પૂરતો સમય છે? શું આપણે આ પ્રેશરનો ઉપયોગ એક ગેમ ચેન્જર તરીકે કરી શકીશું. 

વીરેન્દ્ર સેહવાગનો જવાબ

યુવરાજ સિંહને તેના પૂર્વ સાથી અને ભારતના પૂર્વ સલામી બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે તરત જ જવાબ આપ્યો હતો. ધાકડ બેટ્સમેન અને 2007 (T20), 2011 (વનડે)માં ભારતની પાછલી બે વર્લ્ડ કપ વિજેતા ટીમોના સદસ્યે લખ્યું હતું કે, રોહિત, વિરાટ કોહલી, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ દબાણથી ઢીલા નહીં પડી જાય. જો વાત પ્રેશરની હોય તો આ વખતે આપણે પ્રેશર લઈશું નહીં પણ આપીશું. ચેમ્પિયન્સની જેમ. 

આ સાથે જ વીરેન્દ્ર સેહવાગે યુવરાજ સિંહને એ પણ યાદ અપાવ્યું હતું કે, પાછલા 3 વનડે વર્લ્ડ કપ યજમાન દેશોએ, 2011માં ભારત, 2015માં ઓસ્ટ્રેલિયા અને 2019માં ઈંગ્લેન્ડે જીત્યા હતા. 

વર્લ્ડ કપ માટેની ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટ કીપર), ઈશાન કિશન (રિઝર્વ વિકેટ કીપર), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.