WhatsApp Update: ઈમેઈલની મદદથી મેસેજિંગ એપ ચલાવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

આ અપડેટ હાલમાં iOS યુઝર્સ માટે છે અને તેને ટૂંક સમયમાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે

Courtesy: Image: Pexels

Share:

 

WhatsApp Update: જો કોઈ કારણસર તમારો ફોન ખોવાઈ કે ચોરાઈ જાય તો બીજા ડિવાઈસમાં વ્હોટ્સએપને લોગઈન કરવાનો વિકલ્પ જ નથી બચતો. હકીકતે આના માટે તમારે વ્હોટ્સએપ નંબર પર આવતા ઓટીપીની જરૂર પડતી હોય છે. 

 

આવા સંજોગોમાં તમે એકાઉન્ટની બહાર લોક ન રહી જાઓ તે માટે એક નવી વ્હોટ્સએપ અપડેટ (WhatsApp Update) જાહેર કરવામાં આવી છે. 

 

વ્હોટ્સએપ દ્વારા એક નવું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે. આ અપડેટ હાલમાં iOS યુઝર્સ માટે છે, જે ટૂંક સમયમાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે તમારે તમારા ઈમેલને વ્હોટ્સએપ સાથે લિંક કરવું પડશે. વાસ્તવમાં વ્હોટ્સએપ એક ઈમેલ વેરિફિકેશન ફીચર લાવી રહ્યું છે. આમાં ઈમેલ દ્વારા વ્હોટ્સએપ એકાઉન્ટ વેરિફાઈ કરી શકાય છે. અગાઉ, આ સુવિધા ફક્ત મોબાઈલ નંબર પર ઉપલબ્ધ હતી, જેમાં એકાઉન્ટની ચકાસણી મેસેજ દ્વારા કરવામાં આવતી હતી.

WhatsApp Updateનું કારણ

ભારતમાં કેટલાક એવા વિસ્તારો છે જ્યાં મોબાઈલ નેટવર્ક કવરેજ એટલું સારું નથી. આવી સ્થિતિમાં વ્હોટ્સએપ દ્વારા ઈમેલ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આમાં, વાઈફાઈ અથવા બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનો ઉપયોગ કરીને એકાઉન્ટને ઈમેઈલ દ્વારા ચકાસી શકાય છે. 

 

આ સુવિધા વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવી છે. આ સાથે એન્ડ્રોઈડ બીટા વર્ઝન માટે વ્હોટ્સએપ દ્વારા એઆઈ ચેટબોટ ઈન્ટિગ્રેશન સુવિધા શરૂ કરવામાં આવી છે.

ઈમેઈલને આ રીતે વ્હોટ્સએપ સાથે કરો લિંક

  • વ્હોટ્સએપ યુઝર્સ સરળતાથી આ નવી વ્હોટ્સએપ અપડેટ (WhatsApp Update) એક્સેસ કરીને ઈમેઈલ લિંક કરી શકે છે.

  •  આ માટે સૌથી પહેલા તમારે વ્હોટ્સએપ એકાઉન્ટ સેટિંગ્સ ઓપ્શનમાં જવું પડશે.

  •  આ પછી તમારે એકાઉન્ટ વિકલ્પ પર જવું પડશે.

  •  ત્યાર બાદ તમારે ઈમેઈલ એડ્રેસ ઓપ્શન પર જવું પડશે.

  •  આ પછી 6 અંકનો કોડ મેળવવાનો વિકલ્પ ચાલુ કરવો પડશે.

 

નોંધ - જો આ સુવિધા હજી ઉપલબ્ધ નથી, તો તે આગામી અઠવાડિયામાં તમામ વપરાશકર્તાઓ માટે રોલઆઉટ થઈ શકે છે. હાલમાં આ ફીચર iOS યુઝર્સ માટે છે. આવી સ્થિતિમાં એન્ડ્રોઈડ યુઝર્સે થોડી રાહ જોવી પડશે.

71 લાખ કરતા વધુ એકાઉન્ટ બેન કર્યા

વ્હોટ્સએપે ભારતમાં 71 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આવુ પહેલી વખત છે જ્યારે વ્હોટ્સએપે કોઈ દેશમાં એક સાથે આટલા બધા એકાઉન્ટને બેન કર્યા છે. વ્હોટ્સએપના અનુસાર આ બેન કંપનીના યૂઝર સેફ્ટી રિપોર્ટના આધારે લગાવવામાં આવ્યો છે. 

 

તેમાં આ એકાઉન્ટમાં અમુક એવી એક્ટિવિટી જોવામાં આવી જે કંપનીના નિયમો વિરુદ્ધ છે. સપ્ટેમ્બર મહિનામાં કંપનીને રેકોર્ડ 10,442 ફરિયાદ રિપોર્ટ મળી. જેમાંથી 85 પર કાર્યવાહી કરવામાં આવી, જેનો અર્થ છે કે આ ખાતાને પ્રતિબંધિત કરી દેવાયા કે રિવ્યૂ બાદ ફરી શરૂ કરી દેવાયા છે.