વડોદરામાં બુલેટ ટ્રેનના ટ્રેકની કામગીરી વચ્ચે મગર આવી ગયો 

વડોદરામાં હાલમાં જ્યારે બુલેટ ટ્રેન માટે ટ્રેક નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સોમવારે આ કામ દરમ્યાન જ ત્યાં એક વિશાળકાય મગર આવી જતાં કેટલાંક સમય માટે આ કામ થંભાવી દેવામાં આવ્યું હતું, અને મગરને બચાવી લેવામાં આવ્યો હતો. અચાનક મગરને જોઈને ત્યાં કામ કરતાં કામદારો ભયભીત થઈ ગયા હતા.  વડોદરાથી 35 કિલોમીટર  દૂર […]

Share:

વડોદરામાં હાલમાં જ્યારે બુલેટ ટ્રેન માટે ટ્રેક નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સોમવારે આ કામ દરમ્યાન જ ત્યાં એક વિશાળકાય મગર આવી જતાં કેટલાંક સમય માટે આ કામ થંભાવી દેવામાં આવ્યું હતું, અને મગરને બચાવી લેવામાં આવ્યો હતો. અચાનક મગરને જોઈને ત્યાં કામ કરતાં કામદારો ભયભીત થઈ ગયા હતા. 

વડોદરાથી 35 કિલોમીટર  દૂર કરજણ તાલુકા પાસે હાલમાં ટ્રેક લગાવવાની કામગીરી ચાલી રહી છે.  આ મગર 12 ફૂટ લાંબો હતો અને તે પિંગાલવાડા ગામ નજીક આવી ગયો હતો.  જ્યારે કામદારો કામનાં સ્થળે પહોંચ્યા ત્યારે જાણે તે તેમની રાહ જોઈ રહ્યો હતો. મગર ઊંચાઈ પરથી પાડીને બે કન્ટેનરની વચ્ચે ફસાઈ ગયો હતો. 

એક કામદારે જણાવ્યું કે, અમે જ્યારે પહોંચીને જોયું ત્યારે તે તેનું વિકરાળ મ્હોં ખોલીને જાણે રાહ જોઈ રહ્યો હોય તેવું લાગતું હતું. 

વાઈલ્ડલાઈફમાં સક્રિય કાર્યકર એવા હેમંત વધવાણાએ જણાવ્યું કે, અમને પ્રોજેક્ટનાં  સ્થળ પરથી કોલ આવ્યો હતો અને અમારી ટીમે સ્થળ પર પહોંચીને તેને બચાવની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ મગરને જંગલ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. 

દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદાજિત કિંમત વધી છે. વર્ષ 2015માં કરાયેલા સર્વે મુજબ મુંબઈ-અમદાવાદ રૂટ પર પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવામાં આશરે રૂ. 1.08 લાખ કરોડનો ખર્ચ થવાનો અંદાજ હતો. આ અંદાજિત ખર્ચ વધીને 1.60 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે.

વર્ષોની અડચણમાં પડ્યા પછી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટે તાજેતરમાં જ ગતિ પકડી છે, જેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે, જ્યાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની રાજ્ય સરકારના સક્રિય સમર્થનથી લગભગ તમામ જમીન સંપાદિત કરવામાં આવી છે. અધિકારીઓના મતે આ પ્રોજેક્ટ 2027માં પૂર્ણ થઈ શકે છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે ગુજરાતમાં 25 કિમીથી વધુ વાયડક્ટનું બાંધકામ પૂર્ણ કર્યું છે. વાયડક્ટ એ એલિવેટેડ, કોંક્રિટ, પુલ જેવું માળખું છે જે વાસ્તવિક ટ્રેક અને સિસ્ટમને વહન કરે છે.

હાલમાં, ગુજરાતના આઠ જિલ્લાઓ અને દાદરા અને નગર હવેલીમાંથી પસાર થતી લાઈન સાથે બાંધકામનું કામ શરૂ થયું છે. 236.6 કિમીની લંબાઇમાં થાંભલાઓ નાખવામાં આવ્યા છે; સત્તાવાર આંકડા દર્શાવે છે કે, 154.3 કિમીથી વધુ ફાઉન્ડેશનો અને 133.8 કિમીના થાંભલાઓ બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત, 44.4 કિમીથી વધુ 1000 થી વધુ ગર્ડરો નાખવામાં આવ્યા છે. નર્મદા, તાપી, મહી અને સાબરમતી પરના મહત્વના પુલનું કામ પણ પ્રગતિમાં છે.