વંદે ભારત એક્સપ્રેસમાં IRCTC દ્વારા અપાતા ભોજનમાંથી વંદો નીકળ્યો 

24 જુલાઈએ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ભોપાલના રાણી કમલાપતિ સ્ટેશનથી દિલ્હીના હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન તરફ જતી વંદે ભારત એક્સપ્રેસમાં સવાર એક પેસેન્જરને ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા પીરસવામાં આવતા ભોજનમાં એક વંદો મળ્યો. પોતાની નિરાશા વ્યક્ત કરતા પેસેન્જરે સોમવારે ટ્વિટર પર ભોજનની તસવીરો શેર કરી હતી અને તેને […]

Share:

24 જુલાઈએ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ભોપાલના રાણી કમલાપતિ સ્ટેશનથી દિલ્હીના હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન તરફ જતી વંદે ભારત એક્સપ્રેસમાં સવાર એક પેસેન્જરને ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા પીરસવામાં આવતા ભોજનમાં એક વંદો મળ્યો.

પોતાની નિરાશા વ્યક્ત કરતા પેસેન્જરે સોમવારે ટ્વિટર પર ભોજનની તસવીરો શેર કરી હતી અને તેને પીરસવામાં આવતા ભોજન વિશે @IRCTCofficialને ફરિયાદ કરી હતી, જેમાં રોટલી પર વંદો જોવા મળ્યો હતો. આ ફરિયાદથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને ભારતીય ટ્રેનોમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 

@subodhpahalajan યુઝરનેમ સાથે પેસેન્જરે ટ્વિટર પર તસવીરો શેર કરી અને કહ્યું, “@IRCTCofficial વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મારા ખોરાકમાં એક વંદો મળ્યો. #વંદેભારતએક્સપ્રેસ.”

IRCTCએ તરત જવાબ આપ્યો

IRCTC એ તરત જ ફરિયાદનો જવાબ આપ્યો તેમજ ઘૃણાસ્પદ અનુભવ માટે માફી માંગી અને સર્વિસ પ્રોવાઈડર પર ભારે દંડ પણ લગાવ્યો.

IRCTCએ ટ્વિટ કરીને કહ્યું, “સર, આવા અપ્રિય અનુભવ માટે અમે દિલથી માફી માંગીએ છીએ. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે. સર્વિસ પ્રોવાઈડરને ખોરાક બનાવતી વખતે યોગ્ય સાવચેતી રાખવાની કડક ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત, સર્વિસ પ્રોવાઈડર પર ભારે દંડ લગાવવામાં આવ્યો છે અને મૂળ કિચનની દેખરેખ પણ કરવામાં આવી છે.”

દરમિયાન, ભારતીય રેલ્વેએ તેના ટ્વિટર હેન્ડલ @Railsewa દ્વારા પણ અપ્રિય અનુભવ માટે પેસેન્જરની માફી માંગી છે અને પેસેન્જરને ખાતરી આપી છે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

રેલસેવાએ ટ્વિટ કરીને કહ્યું, “તમને આ અપ્રિય અનુભવ કરાવવાનો અમારો ઈરાદો ન હતો. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. તમને PNR અને મોબાઈલ નંબર પ્રાધાન્ય રૂપે ડાયરેક્ટ મેસેજ (DM)માં અમારી સાથે શેર કરવા વિનંતી છે.” 

ભોપાલના ડિવિઝનલ રેલવે મેનેજરે પણ ટ્વિટર પર આ મુદ્દાને સંબોધિત કર્યો હતો, અને પુષ્ટિ કરી હતી કે IRCTCએ અસરગ્રસ્ત મુસાફરો માટે તરત જ વૈકલ્પિક ભોજનની વ્યવસ્થા કરી હતી. તેઓએ ખાતરી આપી હતી કે લાઈસન્સધારક સામે યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે, જેનથી આવી ભૂલોને સહન કરવામાં નહી આવે તેવો સ્પષ્ટ સંદેશ મળે છે.

જો કે, આ ઘટના માત્ર એક જ ન હતી. તે જ ટ્રેનમાં મુસાફરી કરતા અન્ય કેટલાક મુસાફરોએ ભોજનની ગુણવત્તા અંગે તેમની ફરિયાદો નોંધાવવા માટે ટ્વિટરનો સહારો લીધો હતો. આ પરિસ્થિતિ IRCTC અને તેના લાઈસન્સધારકો દ્વારા પૂરી પાડવામાં આવતી ખાદ્ય સેવાઓની સંપૂર્ણ સમીક્ષાની આવશ્યકતાને રેખાંકિત કરે છે.