જાપાની માણસ ₹16 લાખનો ખર્ચો કરી શ્વાન બની ગયો

જાપાનની એક વ્યક્તિએ પોતાને શ્વાનમાં પરિવર્તિત કરીને તમામ લોકોને નવાઈ પમાડી છે. જોકે તેણે કોઈ સર્જરી નથી કરાવી પરંતુ મોંઘાદાટ કોસ્ચ્યુમ બનાવડાયા છે. કંપની ઝેપેટ, જે ટીવી કમર્શિયલ અને ફિલ્મો માટે કોસ્ચ્યુમ બનાવે છે, તેણે જાપાની માણસ માટે હાયપર-રિયાલિસ્ટિક ડોગ આઉટફિટ બનાવ્યું છે અને તેમાં તેમને 40 દિવસ લાગ્યા છે. પ્રાણી બનવાનું સપનું પૂરું થયું […]

Share:

જાપાનની એક વ્યક્તિએ પોતાને શ્વાનમાં પરિવર્તિત કરીને તમામ લોકોને નવાઈ પમાડી છે. જોકે તેણે કોઈ સર્જરી નથી કરાવી પરંતુ મોંઘાદાટ કોસ્ચ્યુમ બનાવડાયા છે. કંપની ઝેપેટ, જે ટીવી કમર્શિયલ અને ફિલ્મો માટે કોસ્ચ્યુમ બનાવે છે, તેણે જાપાની માણસ માટે હાયપર-રિયાલિસ્ટિક ડોગ આઉટફિટ બનાવ્યું છે અને તેમાં તેમને 40 દિવસ લાગ્યા છે.

પ્રાણી બનવાનું સપનું પૂરું થયું

એક જાપાની માણસ જેણે અતિવાસ્તવવાદી બોર્ડર કોલીમાં પરિવર્તિત થવા માટે $20,000 (આશરે 16 લાખ રૂપિયા)થી વધુ ખર્ચ કરીને “પ્રાણી બનવાનું” જીવનભરનું સ્વપ્ન પૂર્ણ કર્યું. ‘આઈ વોન્ટ ટુ બી એન એનિમલ’ ચેનલ પર તેના YouTube સબ્સ્ક્રાઇબર્સ સાથે અપડેટ્સ શેર કરીને, ટોકોએ તેના બેકયાર્ડમાં રમીને અને ટ્રીટ માટે યુક્તિઓ કરીને તેની નવી ઓળખ બતાવી. 

વીડિયોમાં ટોકોને ગળામાં પટ્ટો બાંધીને ફરવા લઈ જવામાં આવતો જોવા મળી રહ્યો છે. આ માનવ શ્વાન પાર્કમાં અન્ય શ્વાનને સુંઘે છે અને પ્રાણીઓની જેમ ફ્લોર પર ફરે છે. તેની ચેનલના 31,000 થી વધુ સબ્સ્ક્રાઈબર્સ છે અને વિડિઓને 1 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ વીડિયો એક વર્ષ પહેલા શૂટ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં જ અપલોડ કરવામાં આવ્યો છે. જર્મન ટીવી સ્ટેશન RTL દ્વારા ઈન્ટરવ્યુના ભાગ રૂપે તેનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.

રાહદારીઓ અને અન્ય શ્વાનને તેના દેખાવથી કુતુહલ લાગ્યું હતું. તેઓ જાણતા ન હતા કે તે વાસ્તવિક શ્વાન નથી. તેના પ્રથમ આઉટડોર વૉક માટે તે નર્વસનેસ અનુભવતો હતો. આ વીડિયોમાં ટોકોએ તેના સપના પૂરા કરવાનો સંકલ્પ ઝળકે છે. તેના યુટ્યુબ વીડિયોમાં શ્વાન અને તેના પોષકને જોતા લોકોની પ્રતિક્રિયાઓ આવી હતી અને આ વિડીયો વાયરલ થયો હતો.

આ જાપાની કંપની ઝેપેટ, કંપની પૂતળાં, બોડી સૂટ, 3-ડી મોડલ વગેરે બનાવવામાં નિષ્ણાત છે.

જાપાનીઝ કંપનીએ ડોગ આઉટફિટ તૈયાર કર્યું

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “કોલી શ્વાનનું મોડેલ બનાવ્યું છે, તે ચાર પગ પર ચાલતા વાસ્તવિક શ્વાનના દેખાવની નકલ કરે છે.”

પોતાને શ્વાનમાં પરિવર્તિતિ કરનાર જણાવે છે કે, “હું એક કોલી બની ગયો, મેં એક પ્રાણી બનવાનું સપનું નાનું બાળક હતો ત્યારથી જોયું હતું તે સપનું પૂરું કર્યું!”  ગયા વર્ષે, ટોકોએ ડેઈલી મેઈલ સાથે વાતચીત કરી અને તેણે માનવ શ્વાન બનવાનું શા માટે પસંદ કર્યું તે વિશે વાત કરી હતી.

તે જાપાની માણસે કહ્યું, “હું નથી ઈચ્છતો કે મારા શોખની કોઈને જાણ થાય, ખાસ કરીને જે લોકો સાથે હું કામ કરું છું તેમને કોઈ જાણ થાય. કારણ કે તેઓને લાગે છે કે આ વિચિત્ર બાબત છે કે હું શ્વાન બનવા માંગુ છું. આ જ કારણસર હું મારો અસલી ચહેરો બતાવી શકતો નથી.” 

તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, “હું ભાગ્યે જ મારા મિત્રોને કહું છું કારણ કે મને ડર છે કે તેઓ વિચારશે કે હું વિચિત્ર છું જે શ્વાન બન્યો છે.” 

તેણે વધુમાં કહ્યું, “હું એક પ્રાણી બની ગયો છું તે જાણીને મારા મિત્રો અને પરિવારને ખૂબ જ આશ્ચર્ય થયું.”