દુબઈના શેખની સામાન્ય Hummer H1 કરતાં 3 ગણી વિશાળ કારનો વીડિયો વાઈરલ

દુબઈના એક અબજોપતિ શેખ હમદ બિન હમદન અલ નાહ્યાનની Hummer H1 કારનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.  રોડ પર નિયમિત કદના વાહનો કરતાં વિશાળ હમર ચલાવતો એક જૂનો વીડિયો ફરીથી વાયરલ થઈ રહ્યો છે. ‘દુબઈના રેઈન્બો શેખ’ તરીકે જાણીતા શેખ ઓટોમોબાઈલના શોખીન છે, જેમણે તેમની સંપત્તિના એક ભાગનું કારનો ખરેખર પ્રભાવશાળી કાફલો […]

Share:

દુબઈના એક અબજોપતિ શેખ હમદ બિન હમદન અલ નાહ્યાનની Hummer H1 કારનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.  રોડ પર નિયમિત કદના વાહનો કરતાં વિશાળ હમર ચલાવતો એક જૂનો વીડિયો ફરીથી વાયરલ થઈ રહ્યો છે. ‘દુબઈના રેઈન્બો શેખ’ તરીકે જાણીતા શેખ ઓટોમોબાઈલના શોખીન છે, જેમણે તેમની સંપત્તિના એક ભાગનું કારનો ખરેખર પ્રભાવશાળી કાફલો બનાવવા માટે રોકાણ કર્યું છે. તેમના કલેક્શનમાં Hummer H1 X3 છે, જે સમાન્ય હમર કાર કરતાં 3 ગણી વિશાળ છે. 

એક અહેવાલ અનુસાર H1 X3 એ ફરી એકવાર લોકોનું ધ્યાન ખેંચ્યું છે, તે લગભગ 46 ફૂટ લાંબી, 21.6 ફૂટ ઊંચી અને 19 ફૂટ પહોળી છે. તે ખાસ કરીને શેખ હમદ દ્વારા ડિઝાઈન કરાઈ છે, જેઓ અમીરાતી શાહી પરિવારના સભ્ય છે અને તેમની વ્યક્તિગત નેટવર્થ US$20 બિલિયનથી વધુ છે.

ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહેલા એક વિડિયોમાં વિશાળ Hummer H1 તેની તમામ ભવ્યતામાં બતાવે છે, જે રસ્તા પર અન્ય વાહનોનું અવલોકન કરે છે.  

માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર 18 મિલિયનથી વધુ વ્યૂઝ સાથે આ વીડિયો વાયરલ થયો છે, જ્યાં ઘણા લોકો વાહનનાં કદથી જ દંગ થઈ ગયા છે. આ પોસ્ટ પર એક યુઝરે કમેન્ટમાં લખ્યું, “H1 માલિક તરીકે હું તમને કહી શકું છું કે તેનો જાળવણી ખર્ચ ઘણો વધારે છે.” 

બીજા યુઝરે કમેન્ટ કરી, “એક તરફ જે હાસ્યાસ્પદ લાગે છે, પરંતુ બીજી બાજુ હું તેને ડ્રાઇવ માટે લઈ જવા માંગુ છું!”  ત્રીજા યુઝરે કમેન્ટ કરી, “મને ગમે છે કે આ લોકો કેવી રીતે તેમના પૈસા ખર્ચે છે.” 

જમ્બો Hummer H1ની અંદર ઘર વસેલું છે

તેનો બાહ્ય ભાગ હમર H1નું સ્કેલ ડાઉન વર્ઝન છે, જયારે આ વાહનનો આંતરિક ભાગ એક નાનકડા ઘર જેવું લાગે છે અને તે બે માળમાં ફેલાયેલું છે. દેખીતી રીતે વાહનમાં એક લિવિંગ રૂમ અને ટોઇલેટ તેમજ બીજા માળે સ્ટીયરિંગ કેબિન છે.

શેખ હમદ બિન હમદાન અલ નાહયાન કાર પ્રત્યેના તેમના પ્રેમ માટે જાણીતા છે. કેટલાક અહેવાલો અનુસાર તેમની પાસે તેમના અંગત સંગ્રહમાં લગભગ 3,000 વાહનો છે. શેખ હમદને તેમનું હુલામણું નામ પણ મળ્યું છે તે છે રેઈન્બો શેખ. કારણ કે તેણે એકવાર મેઘધનુષના દરેક રંગમાં મર્સિડીઝ એસ-ક્લાસનો સંપૂર્ણ કાફલો શરૂ કર્યો હતો. તેમના કાર મ્યુઝિયમોમાં શારજાહમાં ઑફ-રોડ વાહનો માટેનું એક મ્યુઝિયમ છે, જ્યાં પ્રદર્શનમાં રહેલી કારમાં વિશાળ હમર H1, વિશ્વની સૌથી મોટી વૉકિંગ જીપ, વિશ્વની સૌથી મોટી SUV વગેરેનો સમાવેશ થાય છે.