સિનેમા હોલમાં ગદર-2 ફિલ્મ જોવા માટે ગયેલા યુવકનું હાર્ટ એટેકથી મોત, મોલમાં છવાયો માતમ

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના એક સિનેમા હોલમાં ગદર-2 ફિલ્મ જોવા માટે ગયેલા યુવકનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ થયુ હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ડૉક્ટર્સે યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની પુષ્ટી કરી હતી. ગદર-2 જોવા ગયેલા યુવકનું હાર્ટ એટેકથી મોત લખીમપુર ખીરીના સિનેમા હોલમાં ગદર-2 જોવા માટે […]

Share:

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના એક સિનેમા હોલમાં ગદર-2 ફિલ્મ જોવા માટે ગયેલા યુવકનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ થયુ હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ડૉક્ટર્સે યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની પુષ્ટી કરી હતી.

ગદર-2 જોવા ગયેલા યુવકનું હાર્ટ એટેકથી મોત

લખીમપુર ખીરીના સિનેમા હોલમાં ગદર-2 જોવા માટે ગયેલા 32 વર્ષીય અક્ષત તિવારીનું ગેટ પર જ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. અક્ષત શનિવારે સાંજે 7:50 કલાકે ગદર-2 ફિલ્મ જોવા માટે ફન સિનેમા હોલ ખાતે પહોંચ્યો હતો. તે ફોન પર કોઈ સાથે વાત કરી રહ્યો હતો અને સિનેમા હોલના ગેટ પાસે પહોંચ્યો ત્યારે અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે તે જમીન પર પછડાયો હતો અને તેનું મોત થયું હતું. 

સીસીટીવી કેમેરામાં કેદ થઈ સમગ્ર ઘટના

સિનેમા હોલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અક્ષત ફોન પર કોઈક સાથે વાત કરતો કરતો પગથિયા ચઢીને ઉપર પહોંચ્યો હતો અને અચાનક જ લથડિયું ખાઈને નીચે પડી ગયો હતો. ત્યાં હાજર રહેલા લોકોએ તેને સંભાળવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. 

30 મિનિટ સુધી છટપટતો રહ્યો અક્ષત

સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે, અક્ષત મોલમાં એન્ટ્રી બાદ ખુરશીઓ તરફ આગળ વધે છે અને ત્યાં જ પડી જાય છે. તેની આગળ ચાલી રહેલા 2 યુવક ચોંકી જાય છે  અને અન્ય 1-2 યુવકો પણ ત્યાં પહોંચી જાય છે પરંતુ કોઈ અક્ષતને ઉઠાવતું નથી. ત્યાં હાજર લોકોના કહેવા પ્રમાણે તે આશરે 30 મિનિટ સુધી છટપટાતો રહ્યો હતો અને કોઈએ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જહેમત નહોતી લીધી.

પરિવારજનોને જાણ કરાઈ

અક્ષતનો ફોન લોક નહોતો માટે ત્યાં હાજર ગાર્ડ્સ અને બાઉન્સર્સે તેના ફોન વડે જ પરિવારજનોને ઘટના અંગે જાણ કરી હતી. અક્ષતના પરિવારજનો તાત્કાલિક સિનેમા હોલ ખાતે પહોંચ્યા હતા અને તેને એક ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. તે મહેવાગંજ ખાતે રજત મેડિકલ સ્ટોર નામની દુકાન સંભાળતો હતો અને પોતાના પરિવાર સાથે દ્વારિકાપુરી મહોલ્લામાં રહેતો હતો. 

હાર્ટ એટેક આવ્યો ત્યારે તેણે પોતાની જાતને સંભાળવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ તે અસમર્થ રહ્યો હતો અને ધડામ દઈને જમીન પર પછડાયો હતો. અક્ષતના અચાનક મૃત્યુને લઈ તેના પરિવારજનોમાં ભારે શોક વ્યાપ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે.