AI Bot: બ્રિટનની આ શાળામાં વિશ્વના પ્રથમ રોબોટ પ્રિન્સિપાલની નિયુક્તિ

AI Bot: બ્રિટનની કોટ્સમોર સ્કુલમાં પ્રિન્સિપાલ તરીકે એઆઈ બોટ (AI Bot)ની નિયુક્તિ કરવામાં આવી છે. બ્રિટનની આ બોર્ડિંગ સ્કુલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ડેવલપર્સના સહયોગથી વિશ્વના પ્રથમ રોબોટ પ્રિન્સિપાલ (Robot Principal) લોન્ચ કર્યા છે. તેનું નામ અબીગૈલ બેલી રાખવામાં આવ્યું છે.  AI Bot વિશ્વનું પ્રથમ પ્રિન્સિપલ એવું કહેવાય છે કે, AI ટૂંક સમયમાંજ મનુષ્યના કામો પર […]

Share:

AI Bot: બ્રિટનની કોટ્સમોર સ્કુલમાં પ્રિન્સિપાલ તરીકે એઆઈ બોટ (AI Bot)ની નિયુક્તિ કરવામાં આવી છે. બ્રિટનની આ બોર્ડિંગ સ્કુલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ડેવલપર્સના સહયોગથી વિશ્વના પ્રથમ રોબોટ પ્રિન્સિપાલ (Robot Principal) લોન્ચ કર્યા છે. તેનું નામ અબીગૈલ બેલી રાખવામાં આવ્યું છે. 

AI Bot વિશ્વનું પ્રથમ પ્રિન્સિપલ

એવું કહેવાય છે કે, AI ટૂંક સમયમાંજ મનુષ્યના કામો પર કબજો જમાવશે. આ વાત સાચી સાબિત થઈ રહી હોવાનું જણાય છે કારણ કે, તાજેતરમાં જ યુકેની એક બોર્ડિંગ સ્કુલમાં AI ડેવલપરની મદદથી વિશ્વનો પ્રથમ રોબોટિક પ્રિન્સિપલ લોન્ચ કરવામાં આવ્યો છે. AI Bot શાળામાં પ્રિન્સિપાલ સાથે તેમના અનેક કામોની જવાબદારી સંભાળશે અને શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓને મદદરૂપ બનશે. 

વધુ વાંચો: ગૂગલનું AI ચેટબોટ લાઈફ એડવાઈઝર બનશે

વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે AI Bot

જાણવા મળ્યા મુજબ AI Botને બ્રિટનની કોટ્સમોર શાળામાં લોન્ચ કરવામાં આવ્યો છે અને તે વિદ્યાર્થીઓને અનેક વિષયો પરની જાણકારી પૂરી પાડીને તે જાણકારી સરળતાથી સમજાવવામાં પણ મદદ કરશે. ઉપરાંત તે શાળામાં શિક્ષકોને પણ મદદરૂપ બનશે. જે બાળકોને કોઈ પણ વસ્તુ સમજવામાં મુશ્કેલી અનુભવાતી હશે તેમના માટે અબીગૈલ બેલી ખૂબ ઉપયોગી સાબિત થશે. શાળાએ રોબોટ પ્રિન્સિપાલ (Robot Principal)ને એટલા માટે જરૂરી ગણાવ્યો કારણ કે, તે શાળાનું સંચાલન સરળ બનાવશે. 

શાળાએ શું જણાવ્યું?

શાળાના કહેવા પ્રમાણે “ઘણી વખત તમારી મદદ માટે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ ત્યાં હાજર હોય તે ખૂબ શાંતિ આપનારૂં અને પ્રભાવી બની રહે છે. એ વિચારીને સારૂં લાગે છે કે કોઈ એવી વ્યક્તિ જે અવિશ્વસનીય રૂપે સારી રીતે પ્રશિક્ષિત છે, જે તમને સલાહ આપવામાં મદદરૂપ બનવા હાજર છે. એનો અર્થ એવો નથી કે તમે મનુષ્યો પાસેથી પણ સલાહ ન મેળવો.”

વધુ વાંચો: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ભારતમાં AI સુપર કમ્પ્યુટર્સ બનાવવા માટે NVIDIA સાથે ભાગીદારીની જાહેરાત કરી

વધુમાં શાળા દ્વારા કહેવામાં આવ્યું હતું કે એ જાણીને ખૂબ શાંતિ અને આશ્વાસન મળે છે કે, તમારે કોઈને ફોન કરીને, કોઈને હેરાન કરીને કે જવાબ મેળવવા માટે રાહ નહીં જોવી પડે. શાળાના લીડર, હેડમાસ્ટર બનવાનું કામ ખૂબ એકલા પાડી નાખનારૂ છે. ચોક્કસથી અમારી પાસે મુખ્ય શિક્ષકોની ટીમ છે પરંતુ એકાંત સ્થળે તમારી મદદ કરવા માટે કોઈ વ્યક્તિ કે તેની હાજરી ખૂબ આશ્વાસનરૂપ બને છે. 

ચેટજીપીટીની માફક સવાલોના જવાબ

રોબોટ પ્રિન્સિપાલ (Robot Principal) ચેટજીપીટીની જેમ સવાલોના જવાબ આપે છે. કોટ્સમોર શાળા બ્રિટનની સૌથી પ્રાચીન બોર્ડિગ સ્કુલ ગણાય છે. ઈસ્ટ સસેક્સના હોવ ખાતે 1894માં તેની સ્થાપના કરવામાં આવી હતી. આ શાળામાં 4થી 13 વર્ષના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે.