એપલ USB ટાઈપ- સી પોર્ટ સાથે એરપોડ્સ પ્રો 2 લોન્ચ કરી શકે છે

વિશ્વભરમાં લોકો દર વર્ષે એપલના નવા નવા મોડેલ લોન્ચ થાય તેની રાહ જોતાં હોય છે. લોકોમાં નવા એર પોડસ લેવાનો ક્રેઝ ખૂબ જ જોવા મળે છે. સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ ડિઝાઇનના કારણે  હંમેશા ટેકનોસેવી લોકોની પહેલી પસંદ રહ્યું છે. એક અહેવાલ અનુસાર એપલ ટુંક સમયમાં જ યુએસબી ટાઈપ – સી ચાર્જિંગ પોર્ટ સાથેનો એર પોડસ પ્રો […]

Share:

વિશ્વભરમાં લોકો દર વર્ષે એપલના નવા નવા મોડેલ લોન્ચ થાય તેની રાહ જોતાં હોય છે. લોકોમાં નવા એર પોડસ લેવાનો ક્રેઝ ખૂબ જ જોવા મળે છે. સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ ડિઝાઇનના કારણે  હંમેશા ટેકનોસેવી લોકોની પહેલી પસંદ રહ્યું છે.

એક અહેવાલ અનુસાર એપલ ટુંક સમયમાં જ યુએસબી ટાઈપ – સી ચાર્જિંગ પોર્ટ સાથેનો એર પોડસ પ્રો આ વર્ષના બીજા અથવા ત્રીજા ત્રિમાસિક ગાળામાં રજૂ કરી શકે છે. જે આઇફોનને તેની એસેસરીઝ અને ચાર્જિંગની વિવિધ શ્રેણી સાથે સુસંગત બનાવવામાં મદદ કરશે. જે તેનાં ઉપયોગને સરળ અને વપરાશકર્તાઓ માટે સુલભ બનાવશે. 

વર્લ્ડ ટેકનો જાયન્ટ એપલ (Apple) દ્વારા તાજેતરમાં એક મેગા ન્યુ લોન્ચ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પેશિયલ ઇવેન્ટમાં એપલ દ્વારા અનેક નવા નવા મોડેલ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. 

ટોચના એપલ વિશ્લેષક મિંગ-ચી કુઓએ આગાહી કરી છે કે યુએસબી ટાઇપ-સી પોર્ટ સાથે AirPods Pro 2 આ વર્ષના અંતમાં રિલીઝ થશે. તેમના જણાવ્યા અનુસાર, AirPods Pro 2નું USB-C વર્ઝન આ વર્ષના બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં ઉપલબ્ધ થશે. તેમણે એમ પણ જણાવ્યું કે એરપોડ્સ 2 અને 3 ના USB-C સંસ્કરણોની સંભાવના નથી.  એપલના સૌથી તાજેતરના iOS પ્રકાશન, iOS 16.4 બીટાના સંદર્ભો પર આ  આધારિત છે, જેને  તાજેતરમાં ડેવલપરને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.

નવા AirPods Pro 2નું  2023 ના બીજા અથવા ત્રીજા ક્વાર્ટરમાં વેચાણ શરૂ થવાની શક્યતા છે. વિશ્વવિખ્યાત અમેરિકન કંપની એપલ (Apple) હવે તેની જુદી જુદી પ્રોડક્ટનું ઉત્પાદન ભારતમાં કરશે તેની જાહેરાત તેને અગાઉ જ કરી છે.  એપલની પ્રોડક્ટ બનાવતી તાઈવાનની કંપની ફોક્સકોન (Foxconn) આ માટે ભારતમાં 20 કરોડ ડોલરનું રોકાણ કરશે, ફોક્સકોને ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં ભારતનો સૌથી મોટો સેમીકન્ડક્ટર ચિપ્સ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જોકે, એપલના Airpodsનો પ્લાન્ટ મેળવવામાં દક્ષિણ ભારતનું રાજ્ય તેલંગણા બાજી મારી ગયું છે.

એપલે ફોક્સકોનને એરપોડ્સ બનાવવા માટે કેટલા કરોડ ડોલરનો ઓર્ડર આપ્યો છે તે જાણી શકાયું નથી, પરંતુ ફોક્સકોન તેલંગણામાં 20 કરોડ ડોલરનું રોકાણ કરશે. ફોક્સકોન એ એપલની પ્રોડક્ટને એસેમ્બલ કરવાનું કામ કરે છે. લગભગ 70 ટકા iPhoneનું એસેમ્બલિંગ ફોક્સકોન દ્વારા થાય છે. હવે તે AirPodsની પણ સપ્લાયર બનશે. ફોક્સકોને ચીન સિવાયના દેશોમાં પોતાના પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે જેમાં ભારત અને વિયેતનામ પર તેની નજર છે.