સલમાન ખાને હાથમાં સિગારેટ પકડી બિગ બોસ OTT 2 હોસ્ટ કરતાં વિવાદ

બિગ બોસ હોસ્ટ કરતાં સમયે સલમાન ખાને હાથમાં સિગારેટ પકડી હોવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ ઉભો થયો છે. બિગબોસ OTT 2ના શનિવારના એપિસોડના પ્રસારણ સમયે સલમાન ધુમ્રપાન કરતો હોવાનું જોયા પછી સોશિયલ યુઝર્સે તેને દંભી ગણાવ્યો છે. સલમાન ખાન તેના બિગબોસ  OTT 2નાં સપ્તાહના અંતના એપિસોડ વિકેન્ડ કા વાર એપિસોડ દરમ્યાન સિગારેટ પીતો જોવા મળ્યો […]

Share:

બિગ બોસ હોસ્ટ કરતાં સમયે સલમાન ખાને હાથમાં સિગારેટ પકડી હોવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ ઉભો થયો છે. બિગબોસ OTT 2ના શનિવારના એપિસોડના પ્રસારણ સમયે સલમાન ધુમ્રપાન કરતો હોવાનું જોયા પછી સોશિયલ યુઝર્સે તેને દંભી ગણાવ્યો છે.

સલમાન ખાન તેના બિગબોસ  OTT 2નાં સપ્તાહના અંતના એપિસોડ વિકેન્ડ કા વાર એપિસોડ દરમ્યાન સિગારેટ પીતો જોવા મળ્યો હતો. તેણે ફોરમલ કપડાં, લાઇટ બ્લૂ શર્ટ અને પેન્ટ પહેર્યા હતા તેમજ તે તેના સ્પર્ધકોને એલિમિનેશન માટે તૈયાર કરવા આવ્યો હતો. આ સમયે તેણે સ્પર્ધકો સાથે વાત કરી હતી. 

સોશિયલ મીડિયા પર સલમાનના ચાહકો બિગબોસના સ્પર્ધકો સાથેની તેની વાતચીતથી પ્રભાવિત થયા હતા ત્યારે જ એક યુઝર્સે જોયું કે તેના હાથમાં સિગારેટ છે. થોડા જ સમયમાં તેનો સિગારેટ પીતો ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પ આવ્યો હતો અને લોકોએ તેના અંગે પ્રતિક્રિયા આપવાનું ચાલુ કર્યું હતું. કેટલાકે તેને દંભી કહ્યો હતો જ્યારે ગયા અઠવાડિયે જ તેણે આકાંક્ષા પૂરી અને જાદ હબીબને  શોમાં કિસ કરવા માટે ઉછેર, પારિવારિક મૂલ્યો અને સંસ્કૃતિ વિશે ભાષણ આપ્યું હતું. 

Reddit  પર એક યુઝરે લખ્યું કે, જો તમે અન્ય લોકોને સારા બનવા માટે પ્રવચન આપો ત્યારે ઓછામાં ઓછું તેમની સામે તો સારા બનો. પછી નૈતિકતા પર  અન્યને ભાષણ આપો.   બીજાએ ઉમેર્યું. “તે OTT પર છે અને રાષ્ટ્રીય ટીવી પર નથી તેથી મને લાગે છે કે તેટલે ત્યાં કોઈ કાયદાની સમસ્યા નથી. ત્રીજા યુઝર્સે એવી કોમેન્ટ કરી કે, બીજા સામે સંસ્કૃતિ વિશે તમે સલાહ આપો અને ત્યાં જ તમે દરેક ખોટી વસ્તુઓ કરો આ એક દંભ છે.  

સલમાને જ્યારે આકાંક્ષા પુરીને બિગ બોસમાં જાદ હબીબ સાથે કિસ અંગેની બાબતે ફટકાર લગાવતા આકાંક્ષાએ સલમાનને જવાબ આપ્યો કે, તેણે અગાઉ એક વેબ  સિરીઝમાં ચુંબનનો સીન કર્યો છે ત્યારે સલમાને આ OTT શો પહેલેથી લખાયેલો શો નથી. સલમાને એમ પણ કોમેન્ટ કરી કે, આ પર્સનાલિટીનો શો છે અને તમે તમારું વ્યક્તિતવ બતાવી દીધું. આ સ્ક્રિપ્ટેડ નથી. તમે બંને એ જે કર્યું તે તમારી મરજીથી કર્યું છે. બિગબોસમાં મહિલાઓએ જાદને નજીક આવવા અને સ્પર્શવાની છૂટ આપી છે, તો  તમે  જાદને શું ઇમ્પ્રેશન  આપી છે? તમે જોતાં નથી કે, ઘરની મહિલાઓ જાદ સાથે બહુ આરામદાયક છે? અને બધા તેની સાથે ઠીક હોય તો  તેના મગજમાં એવું જ ચાલે કે, મે બહાર આવું કર્યું છે તે અહી પણ ચાલશે. તમારે બધાને આવું કરવું તો હોય  ક્યાંક બીજે જઈને કરો. અહી મારા કામમાં ગરબડ ના કરો.