Deepfake Video Case: અભિનેત્રી રશ્મિકા મંદાનાના કેસમાં દિલ્હી પોલીસે FIR નોંધી 

Deepfake Video Case: બોલીવુડ અભિનેત્રી રશ્મિકા મંદનાના ડીપફેક વીડિયો કેસ (Deepfake Video Case)માં દિલ્હી પોલીસે FIR નોંધી છે. દિલ્હી પોલીસે કહ્યું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈપીસીની કલમ 465 અને 469, 1860 અને આઈટી એક્ટ, 2000ની કલમ 66C અને 66E હેઠળ રશ્મિકા મંદનાના ડીપફેક AI દ્વારા જનરેટ કરેલા વીડિયોના સંબંધમાં પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી […]

Share:

Deepfake Video Case: બોલીવુડ અભિનેત્રી રશ્મિકા મંદનાના ડીપફેક વીડિયો કેસ (Deepfake Video Case)માં દિલ્હી પોલીસે FIR નોંધી છે. દિલ્હી પોલીસે કહ્યું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈપીસીની કલમ 465 અને 469, 1860 અને આઈટી એક્ટ, 2000ની કલમ 66C અને 66E હેઠળ રશ્મિકા મંદનાના ડીપફેક AI દ્વારા જનરેટ કરેલા વીડિયોના સંબંધમાં પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.

રશ્મિકા મંદાના ફેક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તેમાં ડીપફેકની મદદથી અભિનેત્રીના ચહેરાને કોઈ અન્યના વીડિયો પર સુપરઈમ્પૉઝ કરવામાં આવ્યો છે. ડીપફેક એ એક પ્રકારનું સિન્થેટીક મીડિયા છે જેમાં AIનો ઉપયોગ કરીને હાલના ફોટા અથવા વીડિયોમાંની વ્યક્તિની જગ્યાએ કોઈ અન્યના ફોટા સાથે બદલવામાં આવે છે.   

ભારત સરકારે આવા ડીપફેક વીડિયો કેસ (Deepfake Video Case) મામલે સજા અને દંડની જોગવાઈ કરી છે. ઈન્ફૉર્મેશન ટેક્નૉલોજી એક્ટ, 2000ની કલમ 66Dનો ઉલ્લેખ કરીને, જે ‘કૉમ્પ્યુટર રિસૉર્સનો ઉપયોગ કરીને છેતરપિંડી માટે સજા’ સાથે સંબંધિત છે, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફૉર્મેશન ટેક્નૉલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે કૉમ્યૂનિકેશન ડિવાઈસ અથવા કૉમ્પ્યુટર રિસૉર્સનો ઉપયોગ કરીને નકલ કરીને કોઈ વ્યક્તિ છેતરપિંડી માટે દોષિત સાબિત થઈ શકે છે.     

દિલ્હી મહિલા આયોગ (DCW) એ ડીપફેક વીડિયો કેસ (Deepfake Video Case)ની ગંભીર નોંધ લીધાના કલાકો બાદ FIR નોંધવામાં આવી હતી અને જવાબદાર વ્યક્તિઓ સામે તપાસ અને કાર્યવાહીની માંગ કરતી શહેર પોલીસને નોટિસ મોકલી હતી. એક નિવેદનમાં, DCWએ ચિંતા વ્યક્ત કરી હતી કે કોઈએ અભિનેત્રીના ફોટોગ્રાફ સાથે ગેરકાયદેસર રીતે છેડછાડ કરી છે અને તેને સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરી છે.

વધુ વાંચો: રશ્મિકા-કેટરિના બાદ સચિન તેંડુલકરની લાડલીનો ગિલ સાથેનો ફોટો વાયરલ

DCWએ રશ્મિકા મંદાનાના Deepfake Video Caseમાં ઝડપી કાર્યવાહીની માંગ કરી 

DCWએ વધુમાં કહ્યું કે આ ગંભીર બાબત છે પરંતુ ડીપફેક વીડિયો કેસ (Deepfake Video Case)માં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને દિલ્હી પોલીસને 17 નવેમ્બર સુધીમાં એફઆઈઆર અને કાર્યવાહીના અહેવાલની નકલ આપવા જણાવ્યું હતું. 

DCWએ ડીપફેક વીડિયો અને સોશિયલ મીડિયા પર તેના પ્રસાર પાછળની વ્યક્તિઓની વિગતો પણ માંગી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલનું ઈન્ટેલિજન્સ ફ્યુઝન અને સ્ટ્રેટેજિક ઓપરેશન યુનિટ આ મામલાની તપાસ કરી રહ્યું છે અને આ મામલાની તપાસ માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે.

વધુ વાંચો: રશ્મિકા મંદાનાનો વીડિયો વાયરલ થયા બાદ એક્શનમાં આવી સરકાર

રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયોમાં અભિનેત્રી લિફ્ટની અંદર આવતી જોવા મળી રહી છે જેમાં તે બોલ્ડ અંદાજમાં બતાવવામાં આવી છે. જો કે આ વીડિયોની સત્યતા એ છે કે વીડિયો 8 ઓક્ટોબરના રોજ ઝારા પટેલ નામની મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. ઝારા પટેલના ચહેરાનો ઉપયોગ કરીને ડીપફેકની મદદથી આ વીડિયોમાં રશ્મિકા મંદાનાના ચહેરાને સુપરઈમ્પૉઝ કરવામાં આવ્યો છે.