11 વર્ષની ટેણીએ AI બેઝ્ડ એપ બનાવી, આંખોના રોગની ઓળખ કરશે

દુબઈ બેઝ્ડ 11 વર્ષની છોકરીએ AI આધારિત એપ બનાવી છે. આ એપ આંખોના રોગની ઓળખ કરી લે છે.  અગિયાર વર્ષ દુબઈની પોતાની જાતે જ શીખેલી કોડર લીના રફીકે અદ્યતન કોમ્પ્યુટર વિઝન અને મશીન લર્નિંગ એલ્ગોરિધમનો ઉપયોગ કરીને એક અનન્ય સ્કેનિંગ પ્રક્રિયા દ્વારા આંખનાં વિવિધ રોગો અને સ્થિતિ શોધવા માટે ઓગલર આઈસ્કેન નામની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI- […]

Share:

દુબઈ બેઝ્ડ 11 વર્ષની છોકરીએ AI આધારિત એપ બનાવી છે. આ એપ આંખોના રોગની ઓળખ કરી લે છે.  અગિયાર વર્ષ દુબઈની પોતાની જાતે જ શીખેલી કોડર લીના રફીકે અદ્યતન કોમ્પ્યુટર વિઝન અને મશીન લર્નિંગ એલ્ગોરિધમનો ઉપયોગ કરીને એક અનન્ય સ્કેનિંગ પ્રક્રિયા દ્વારા આંખનાં વિવિધ રોગો અને સ્થિતિ શોધવા માટે ઓગલર આઈસ્કેન નામની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI- આધારિત એપ્લિકેશન બનાવી છે. તેને મોબાઈપ એપ માટે વિકસિત કરાઇ છે અને એડવાન્સ કોમ્પ્યુટર વિઝન અને મશીન લર્નિંગ એલગોરિધમની મદદથી ઓગલર ફ્રેમ રેન્જમાં આંખોની સ્થિતિને ઓળખવા માટે પ્રકાશ અને રંગની તીવ્રતા, અંતર અને લુક-અપ પોઈન્ટ સહિતનાં પરિબળોની શ્રેણીનો ઉપયોગ કરે છે. એકવાર સ્કેનની ગુણવત્તા સ્થાપિત થઈ જાય પછી, એપ્લિકેશન આંખના સંભવિત રોગો અથવા સ્થિતિઓ, જેમ કે આર્કસ, મેલાનોમા, પેટરીજિયમ અને મોતિયાનું નિદાન કરવા માટે પ્રશિક્ષિત મોડલનો ઉપયોગ કરે છે.

લીનાએ ઓગલરનને બનાવવા માટે કોઈ થર્ડ-પાર્ટી પુસ્તકાલયો અથવા પેકેજનો ઉપયોગ કર્યો નથી અને  સ્વિફ્ટયુઆઈ પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરીને બનાવ્યું. એપ્લિકેશન બનાવ્યું છે અને તેને એ વિકસાવવામાં છ મહિના જેટલો સમય લાગ્યો છે.  

લીનાએ આ એપ બનાવ્યું હોવાનું જેવું સોશિયલ મીડિયા પર મૂક્યું તેવું જ તે વાયરલ થયું હતું. તેની આ સફળતા માટે ઘણાએ તેને અભિનંદન પાઠવ્યા હતા. આ એપના વિકાસથી આંખોના રોગને ઓળખવાની દિશામાં નવો અભિગમ ઉમેરાશે. લીનાની મોટી બહેને પણ થોડા વર્ષો પહેલા સૌથી નાંની વયની આઇઓએસ ડેવલપર બનીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. એપલના CEO ટીમ કૂકે તે સમયે હનાની આ પ્રાપ્તિ માટે વખાણ કર્યા હતા તેનાં જ નકશેકદમ પર જઈને લીનાએ પણ ઓગલર આઈ સ્કેન વિકસાવ્યું છે. 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ- સંચાલિત ટેક્નોલોજી વિશ્વને ધરમૂળથી બદલવા અને માનવ ઈતિહાસને સંપૂર્ણપણે આગળ આવી રહી છે.  AI ટેક્નોલોજી માનવ બુદ્ધિને પૂરક બનવા અને સામાજિક-આર્થિક સમસ્યાઓ સામે લડવા માટે પુષ્કળ તકો પ્રદાન કરે છે. 

આર્ટિફિશિયલ ઇન્ટેલિન્જન્સ કોઇ નવો શબ્દ નથી, વર્ષો પહેલા અસ્તિત્વમાં આવેલી આ ટેક્નોલોજી પર નિષ્ણાંતો પણ અવઢવમાં છે કે માનવ જીવન માટે ખતરનાક છે કે ફાયદાકારક? સરળ ભાષામાં સમજીએ તો તમે હોલીવૂડ ફિલ્મ મેટ્રિક્સ, આઇ રોબોટ, ટર્મિનેટર, બ્લેડ રનર જેવી ફિલ્મો તો જોઇ હશે? બસ આ જ ટેક્નોલોજી એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય છે. 

બનાવટી રીતે વિક્સાવવામાં આવેલી બોદ્ધિક ક્ષમતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિન્સની શરૂઆત 1950ના દશકમાં થઇ હતી, આ ટેક્નોલોજીની મદદથી કોમ્પ્યુટર સિસ્ટમ અથવા રોબોટિક સિસ્ટમ તૈયાર કરવામાં આવે છે, આ સિસ્ટમ માનવીના મગજની જેમ કામ કરવાનો પ્રયાસ કરશે, કહી શકાય કે માનવી કરતાં વધુ સારી રીતે કામ કરશે.