Bengaluru: કચરો વીણનારને કચરાના ઢગલામાંથી 30 લાખ યુએસ ડોલર ડોલર મળ્યા!

Bengaluru: બેંગલુરુ (Bengaluru)માં કચરો વીણનારા એક યુવકને 3 નવેમ્બરના રોજ રેલવે ટ્રેક પર પડેલી બેગમાંથી 30 લાખ યુએસ ડોલર મળી આવ્યા હતા. ભારતીય ચલણમાં તેની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા થાય છે. બેગમાં યુનાઈટેડ નેશન્સ (UN) સ્ટેમ્પ સાથેનું લેટરહેડ પણ હતું. તે વ્યક્તિએ આ બેગ 5 નવેમ્બરે પોલીસને સોંપી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે […]

Share:

Bengaluru: બેંગલુરુ (Bengaluru)માં કચરો વીણનારા એક યુવકને 3 નવેમ્બરના રોજ રેલવે ટ્રેક પર પડેલી બેગમાંથી 30 લાખ યુએસ ડોલર મળી આવ્યા હતા. ભારતીય ચલણમાં તેની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા થાય છે. બેગમાં યુનાઈટેડ નેશન્સ (UN) સ્ટેમ્પ સાથેનું લેટરહેડ પણ હતું. તે વ્યક્તિએ આ બેગ 5 નવેમ્બરે પોલીસને સોંપી દીધી હતી.

પોલીસે જણાવ્યું હતું કે સુલેમાન શેખ નામના એક વ્યક્તિને એક બેગમાંથી યુએસ કરન્સીના 23 બંડલ મળી આવ્યા હતા. તેણે બેગ પોલીસને સોંપી દીધી છે. સુલેમાન શેખ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાનો રહેવાસી છે.

3 નવેમ્બરના રોજ સુલેમાન શેખ બેંગલુરુ (Bengaluru)ના નાગવારા રેલવે સ્ટેશન પર રાબેતા મુજબ પ્લાસ્ટિક અને બોટલો એકઠી કરી રહ્યો હતો. ત્યારે તેણે કચરાના ઢગલામાં એક કાળી થેલી જોઈ. જ્યારે તેણે થેલી ઉપાડી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેમાં કંઈક ભરેલું હતું. સુલેમાને બેગ ખોલી તો તેમાં અમેરિકન કરન્સીના 23 બંડલ હતા. સુલેમાન શેખ એ બેગ લઈને ઘરે ગયો.

વધુ વાંચો: Nick Jonasએ દેશી વાયરલ ટ્રેન્ડના રંગે રંગાઈને કરી પ્રિયંકા ચોપરાના લુકની પ્રશંસા

સુલેમાન શેખને બેગમાં મળેલા લેટરહેડમાં લખવામાં આવ્યું હતું કે, “આર્થિક અને નાણા સમિતિએ એક વિશેષ ભંડોળની સ્થાપના કરી છે જેના પર સુરક્ષા પરિષદના સભ્યો દ્વારા દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા દળને મદદ કરવા માટે મત આપવામાં આવ્યો હતો.”

તેમાં આગળ લખવામાં આવ્યું હતું, “આ વિસ્તારોમાં આતંકવાદીઓ અને સરમુખત્યારો જેવા અનધિકૃત વ્યક્તિઓ દ્વારા બેંકિંગ કામગીરી અને આવા ભંડોળના અપહરણને કારણે, યુનાઈટેડ નેશન્સે ફાઈનાન્સ કમિટીને નોટો પર દૃશ્યમાન લેસર સ્ટેમ્પ મૂકવા માટે અધિકૃત કર્યા જેથી તેમને સુરક્ષિત રાખવામાં આવે અને તેમને ગંતવ્ય સ્થાન સુધી સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવે.” 

વધુ વાંચો: Cyber Fraudનો શિકાર બન્યો વ્યક્તિ, બોગસ લિંકે 2.4 લાખ ખંખેર્યા

સુલેમાન શેખે બેગ Bengaluru કમિશનરને સોંપી દીધી

સુલેમાન શેખે ભંગારના વેપારી બાપ્પાને આ ઘટના અંગે જાણ કરી અને તેને બેગ સોંપી દીધી. બેગમાં અમેરિકન કરન્સી અને યુએન લેટરહેડ જોઈને બાપ્પા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ સામાજિક કાર્યકર્તા અને સ્વરાજ ઈન્ડિયાના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય આર કલીમુલ્લાનો સંપર્ક કર્યો, જેઓ સુલેમાન શેખ અને બાપ્પાને બેંગલુરુ (Bengaluru)ના કમિશનર બી દયાનંદની ઓફિસે લઈ ગયા. બંનેએ બેગ કમિશનર બી દયાનંદને આપી હતી, જેમણે તેને તપાસ માટે રિઝર્વ બેંકને મોકલી હતી. 

બેંગલુરુ (Bengaluru) પોલીસ કમિશનરે આ કેસની તપાસ હેબ્બલ પોલીસને સોંપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ નોટો કેમિકલથી ભરેલી હતી. તેથી તેમની તપાસ જરૂરી છે. પ્રાથમિક તપાસ મુજબ, આ ચલણી નોટો નકલી હોવાનું કહેવાય છે, જે ‘બ્લેક ડૉલર કૌભાંડ’નો એક ભાગ છે.

Tags :