ગૂગલનું AI ચેટબોટ લાઈફ એડવાઈઝર બનશે, ટૂંક સમયમાં કંપની તેને લોન્ચ કરશે

ટેક જાયન્ટ ગૂગલું AI ચેટબોટ તમારા કલ્યાણ મિત્રની ભૂમિકા ભજવવા માટે તૈયાર થઈ રહ્યું છે. આ AI ચેટબોટ Google Bardથી અલગ રીતે યુઝર્સને તેમની અંગત જિંદગી સાથે સંબંધીત વિવિધ સમસ્યાઓના નિરાકરણ પૂરા પાડશે.  આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે માઈક્રોસોફ્ટ અને ઓપનએઆઈને ટક્કર આપવા માટે ગૂગલ હાલ એક AI ચેટબોટ લોન્ચ કરવા તૈયારી કરી રહ્યું છે જે […]

Share:

ટેક જાયન્ટ ગૂગલું AI ચેટબોટ તમારા કલ્યાણ મિત્રની ભૂમિકા ભજવવા માટે તૈયાર થઈ રહ્યું છે. આ AI ચેટબોટ Google Bardથી અલગ રીતે યુઝર્સને તેમની અંગત જિંદગી સાથે સંબંધીત વિવિધ સમસ્યાઓના નિરાકરણ પૂરા પાડશે. 

આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે માઈક્રોસોફ્ટ અને ઓપનએઆઈને ટક્કર આપવા માટે ગૂગલ હાલ એક AI ચેટબોટ લોન્ચ કરવા તૈયારી કરી રહ્યું છે જે યુઝર્સને લાઈફ એડવાઈસ આપી શકે.

ગૂગલના ડીપમાઈન્ડ (DeepMind) વિભાગ દ્વારા આ પ્રોજેક્ટના વિકાસ માટે કામગીરી ચાલી રહી છે. આ વિભાગે 7.3 બિલિયન ડોલરના કોન્ટ્રાક્ટર સ્કેલ એઆઈ (contractor Scale AI) સ્ટાર્ટઅપમાં ભાગીદારી કરી છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એક સંભવિત લાઈફ કોચ શૈલી ધરાવતા બોટને વિકસાવવાનું છે. હાલ 100થી પણ વધારે નિષ્ણાતો આ પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છે. 

ગૂગલનું AI ચેટબોટ યુઝરનું લાઈફ એડવાઈઝર બનશે

એક અહેવાલ પ્રમાણે લાઈફ બોટ એઆઈ (life bot AI)ને એક સામાન્ય યુઝર પુછી શકે તેવા જીવન સંબંધીત વાસ્તવિક દૃશ્યોની શૃંખલા અંગે તાલીમ આપવામાં આવી રહી છે. તેનાથી ભવિષ્યમાં તમે “મારી એક ખૂબ ખાસ મિત્ર આ શિયાળામાં લગ્ન કરવા જઈ રહી છે. તેણી મારી કોલેજ સમયની રૂમમેટ હતી અને મારા લગ્નમાં તે બ્રાઈડ્સમેડ પણ બની હતી. હું તેના લગ્નમાં જવા માટે ખૂબ ઉત્સુક છું પરંતુ અનેક મહિનાઓથી પ્રયત્ન કરવા છતાં હું હજુ પણ નોકરી નથી શોધી શકી. તે ડેસ્ટિનેશન વેડિંગ યોજવાની છે અને મને હાલ ફ્લાઈટ કે હોટેલના બિલ પરવડે તેમ નથી તો મારે તેને હું નહીં આવી શકું તે કઈ રીતે કહેવું”આ પ્રકારની મૂંઝવણ ધરાવતી સ્થિતિ માટે પણ માર્ગદર્શન મેળવી શકશો. 

જો જાહેર જનતા માટે જનરેટિવ AI લોન્ચ કરવામાં આવશે તો તે વિવિધ 21 પ્રકારની અંગત અને વ્યાવસાયિક સ્થિતિનો સામનો કરવા માટે સજ્જ હશે. જેમાં યુઝરનું લાઈફ એડવાઈઝર બનવા ઉપરાંત નવા આઈડિયા, સૂચન અને સલાહો પણ પૂરી પાડશે. 

Google Bard કરતાં નવું ગૂગલનું AI ચેટબોટ કઈ રીતે અલગ હશે

હાલ Google Bard અને OpenAIના ChatGPT દ્વારા પણ આ પ્રકારની સુવિધા મળી રહી છે. ત્યારે નવું AI કઈ રીતે અલગ પડશે તે પણ એક સવાલ છે. Google Bard પોતાના પ્રાઈવસી હેલ્પ હબ (Privacy Help Hub) દ્વારા લોકોને સતર્ક કરે છે કે તેમના ચેટબૉટ દ્વારા આપવામાં આવેલી મેડિકલ, લીગલ, નાણાકીય અને પ્રોફેશનલ સલાહ પર નિર્ભર ન બનવું. જોકે નવું AI સોલ્યુશન આ સમસ્યાનો પણ ઉકેલ લાવશે. 

આમ આ ભાવિ લાઈફ ગુરૂ  ગૂગલનું AI ચેટબોટ વજન ઘટાડવા ડાયેટિંગ યોગ્ય રહેશે કે વર્કઆઉટ, ઓફિસમાં નવા મિત્રો કઈ રીતે બનાવવા સહિતના વિવિધ જીવનલક્ષી પ્રશ્નોનું સમાધાન શોધવામાં મદદરૂપ બનશે.