બેંગલોરમાં રેપિડો ઓટોમાં 45 મિનિટની મુસાફરી માટે 3 કલાક રાહ જુઓ

બેંગલોર, તેના વાઈબ્રન્ટ ટેક ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, તે વર્ષોથી ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. તાજેતરના એક રિપોર્ટમાં, લંડન પછી વિશ્વના બીજા સૌથી વધુ ભીડભાડવાળા શહેરનો ક્રમ બેંગલોરને આપવામાં આવ્યો હતો. બેંગલોરની ટ્રાફિકની સમસ્યાને ઉજાગત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ ટ્વિટર પર તેનો સ્ક્રીનશૉટ શેર કર્યો જે હાલ વાઈરલ થઈ રહ્યો છે. […]

Share:

બેંગલોર, તેના વાઈબ્રન્ટ ટેક ઉદ્યોગ માટે પ્રખ્યાત છે, તે વર્ષોથી ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે. તાજેતરના એક રિપોર્ટમાં, લંડન પછી વિશ્વના બીજા સૌથી વધુ ભીડભાડવાળા શહેરનો ક્રમ બેંગલોરને આપવામાં આવ્યો હતો. બેંગલોરની ટ્રાફિકની સમસ્યાને ઉજાગત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ ટ્વિટર પર તેનો સ્ક્રીનશૉટ શેર કર્યો જે હાલ વાઈરલ થઈ રહ્યો છે. આ સ્ક્રીનશોટમાં 45 મિનિટની મુસાફરી માટે 225 મિનિટ (આશરે 3.7 કલાક)નો વેટિંગ ટાઈમ દર્શાવવામાં આવી રહ્યો છે.

બેંગલોરમાં 45 મિનિટની મુસાફરી માટે 225 મિનિટની રાહ જુઓ

વ્યક્તિએ ઉલ્લેખ કર્યો કે તેણે કોરમંગલાથી જેપી નગર સુધીની 45 મિનિટની મુસાફરી માટે રેપિડો એપ પર ઓટો બુક કરી હતી પરંતુ સ્ક્રીનશોટમાં બતાવ્યું છે કે જે ઓટોરિક્ષાએ રાઈડ સ્વીકારી હતી તે 225 મિનિટ (3.7 કલાક) દૂર હતી.

તે વ્યક્તિએ કેપ્શનમાં લખ્યું, “રેપિડો પર રાહ જોવાનો સમય ખુબ જ વધારે છે. 45 મિનિટની મુસાફરી માટે મારે 225 મિનિટ (3.7 કલાક) થી વધુ સમય રાહ જોવી પડી.”

રેપિડો કેરે આ ઘટનાની નોંધ લીધી અને જવાબ આપ્યો, “હાય ડેયલા, કૃપા કરીને તમને જે અસુવિધાનો સામનો કરવો પડયો હતો તે માટે અમારી માફી સ્વીકારો. અમને અફસોસ છે કે તમારી જરૂરિયાતના સમયે કોઈ કેપ્ટન (ઓટો ચાલક) ઉપલબ્ધ ન હતા. તેમ છતાં, અમે અમારા તરફથી દરરોજ વાહનો વધારી રહ્યા છીએ. આ બાબતમાં ધીરજ બદલ તમારો આભાર.”

આ અગાઉ, બેંગલોરની ભીડભાડવાળી શેરીઓમાં લેપટોપ પર કામ કરતી રેપિડો બાઈકની પાછળ બેઠેલી એક મહિલાની તસવીર વાયરલ થઈ હતી. આ તસવીર કોરમંગલા-આગારા-આઉટર રિંગ રોડ પેચ પર ક્લિક કરવામાં આવી હતી.

મે મહિનામાં આવી જ એક ઘટનામાં, બેંગલોરના એક વ્યક્તિએ ઉબેર ઓટો બુક કરાવી હતી જેમાં ડ્રાઈવર 24 કિલોમીટર દૂર હતો. તો પણ તેને 71 મિનિટની રાહ જોવી પડી હતી. યુઝરે રમતિયાળ રીતે ડ્રાઈવર માટે આદર વ્યક્ત કર્યો તેમજ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું તે ખરેખર આવશે.

ભારતની સિલિકોન વેલી બેંગ્લોર શહેરમાં ટ્રાફિકની સમસ્યા અપવાદ નથી જે તેની ભીડવાળી શેરીઓમાં મુશ્કેલી પેદા કરે છે. મુસાફરોએ પીક અવર્સ દરમિયાન વધુ સમય રાહ જોવી પડતી હોવાથી તેમના કરુણ અનુભવો શેર કર્યા છે, ક્યારેય ન સમાપ્ત થતી અડચણો અને રાઈડ હેલિંગ એપ્સ દ્વારા બુકિંગ રદ થવાનો શોક વ્યક્ત કર્યો છે. કિંમતોમાં વધારો સામાન્ય છે, પરંતુ વધુ પડતો ટ્રાફિક અને રાઈડ મેળવવી પણ એક સમસ્યા  છે.

બેંગલોરની ટ્રાફિક સમસ્યા સામાન્ય બની

ગયા મહિને, રેપિડો બાઈક પર સવાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેની એપલ વૉચને લાગ્યું કે તે સાઈકલ ચલાવી રહ્યો છે કારણ કે તે બેંગલોરમાં ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. કેટલીકવાર ટ્રાફિક એટલો અનિયંત્રિત થઈ જાય છે કે વાહનો એક ઈંચ પણ આગળ વધી શકતા નથી. મે મહિનામાં, ટ્રાફિકમાં રાહ જોતા બસ ડ્રાઈવરે પોતાનું આખું લંચ પૂરું કરી લેતો વીડિયો લાખો વખત જોવામાં આવ્યો હતો.

બેંગલોર તેના વાહનવ્યવહાર અને સફરની સમસ્યાઓના સંદર્ભમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે વારંવાર ચર્ચાનો વિષય બને છે, અને આવા જ કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે.