ChatGPT વાપરો છો તો થઈ જાઓ સાવધાન, તમારો ડેટા લીક થઈ શકે છે

લોન્ચની સાથે જ દેશ અને દુનિયામાં પ્રખ્યાત થનાર ChatGPTને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે ChatGPT  પરથી યુઝર્સના ડેટા લીક થઈ રહ્યા છે. આ ડેટામાં યુઝર્સના ક્રેટિક કાર્ડથી લઈને લોકોની અંગત વસ્તુઓ સાર્વજનિક થઈ ગઈ છે. મહત્વનું છેકે કંપનીએ પોતે જ એક બ્લોગ પોસ્ટમાં આ અંગેની માહિતી આપી છે. ChatGPTને બનાવવા […]

Share:

લોન્ચની સાથે જ દેશ અને દુનિયામાં પ્રખ્યાત થનાર ChatGPTને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે ChatGPT  પરથી યુઝર્સના ડેટા લીક થઈ રહ્યા છે. આ ડેટામાં યુઝર્સના ક્રેટિક કાર્ડથી લઈને લોકોની અંગત વસ્તુઓ સાર્વજનિક થઈ ગઈ છે. મહત્વનું છેકે કંપનીએ પોતે જ એક બ્લોગ પોસ્ટમાં આ અંગેની માહિતી આપી છે. ChatGPTને બનાવવા વાળા ટેક સ્ટાર્ટએપ ઓપનએઆઇએ કહ્યું કે બગના કારણે એવુ થયું છે, પરંતુ સમય રહેતા તેને સુધારી દેવામાં આવી છે.

મહત્વનું છે કે, ChatGPTથી પહેલી વખત યુઝર્સના ડેટા લીક થયા છે. કંપનીના અનુસાર એક બગના કારણે યુઝર્સના ક્રેડિટકાર્ડ અને બેંકના ડેટા લીક થયા છે. કંપનીએ વધુમાં એમ પણ કહ્યું કે જે યુઝર્સના ડેટા લીક થયા છે. તેમની સંખ્યા ઘણી જ ઓછી છે. એ તમામને તેમના ડેટા લીક થયાની જાણકારી કંપની દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છેકે જે યુઝર્સના ડેટા લીક થાય છે તેમનું ફસ્ટ નામ અને લાસ્ટ નામ, ઈમેઈલ એડ્રેસ અને કાર્ડ એક્સપાઈરી ડેટની જાણકારી લીક થઈ છે. એક રિપોર્ટના અનુસાર એ સંખ્યા કુલ ChatGPTના યુઝર્સના માત્ર 1.2 ટકા લોકો છે. જે એક રીતે તો નાની સંખ્યા છે, પરંતુ તેની લોકપ્રિયતાનો જોતા આ સંખ્યા ખુબ મોટો આંકડો પણ બની શકે છે.

ઉલ્લેખનીય છેકે ChatGPTના યુઝર્સની કંપનીએ માફી માંગી છે. આ સાથે કંપનીએ કહ્યું કે, કોઈ પણ સમયે ક્રેડિક કાર્ડની પુરી માહિતીને અમે કોઈની પણ સાથે નથી શેર કરતા. તેમ છતાં પણ અમે અમારી બગને દુર કરી નાખી છે. ભવિષ્યમાં પણ આવી કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો અમારા યુઝર્સને ના કરવો પડે તેની પુરી કાળજી લેવામાં આવશે. આ ઉપરાંત વધુમાં તેમણે કહ્યું કે, અમે ChatGPTને આ સપ્તાહની શરૂઆતમાં એક ઓપન સોર્સ લાઈબ્રેરીમાં એક બગના કારણે ઓફલાઈન કરી દેવામાં આવ્યું હતું. જેમાં કેટલાક યૂઝર્સ બીજા સક્રિય યુઝર્સની ચેટની હિસ્ટ્રી જોઈ શકતા હતા. મહત્વનું છેકે કંપનીએ સતત 10 કલાક સુધી ChatGPTને બંધ રાખ્યું હતું.

ઓપનઆઈને હાલમાં જ તેમના AI ચેટબોટ ChatGPT માટે પ્લગ-ઈન સપોર્ટમાં આવ્યું છે. આ પહેલા ChatGPTની પાસે માત્ર પ્રશિક્ષણ મોડલ સુધી જ હતા. જે શિખાડવામાં આવ્યું હતું તેની જાણકારી 2021 સુધી જ સીમિત છે. પ્લગ-ઈન સપોર્ટ પછી ચેટબોટ પ્રશ્નોના જવાબ આપવા માટે ઈન્ટરનેટ પર અન્ય વેબસાઈટથી પણ મદદ લઈ શકે છે.