જામનગરના યુગલે ડિજિટલ ફ્રોડમાં 1 કરોડ રૂપિયા ગુમાવ્યા 

જામનગરના એક દંપત્તિ ઘરે બેસી રૂપિયા કમાવવાની લાલચમાં ડિજિટલ ફ્રોડની શિકાર બની છે. ટિકિટિંગ વ્યવસાયના ઓનલાઈન ફ્રોડમાં દંપત્તિને કુલ 1.12 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે. ટેલિગ્રામનો એક મેસેજ 1.12 કરોડ લઇ ગયો જામનગર સાયબર ક્રાઈમ પોલીસમાં એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં છેતરપિંડીનો શિકાર થયેલા દંપત્તિને ટેલિગ્રામ પર એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં લખ્યું હતું […]

Share:

જામનગરના એક દંપત્તિ ઘરે બેસી રૂપિયા કમાવવાની લાલચમાં ડિજિટલ ફ્રોડની શિકાર બની છે. ટિકિટિંગ વ્યવસાયના ઓનલાઈન ફ્રોડમાં દંપત્તિને કુલ 1.12 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે.

ટેલિગ્રામનો એક મેસેજ 1.12 કરોડ લઇ ગયો

જામનગર સાયબર ક્રાઈમ પોલીસમાં એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં છેતરપિંડીનો શિકાર થયેલા દંપત્તિને ટેલિગ્રામ પર એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં લખ્યું હતું કે, તમે ઘરે બેઠા આરામથી કમાણી કરી શકો, તમારે ઘરે બેસીને માત્ર ફિલ્મોને રેટિંગ આપવાનું રહેશે. આ કામ કરીને તમે રોજ 2500-5000 રૂપિયા કમાઈ શકો. લાલચમાં આવી દંપત્તિએ મેસેજ સેન્ડ કરનારનો સંપર્ક કર્યો. જેમાં સામેના વ્યક્તિએ એક ફેક વેબસાઈટ પર સાઈન કરી પાસવર્ડ નાખવાનું કહ્યું. બાદમાં દંપત્તિને એક ટેલિગ્રામ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા. સૌપ્રથમ દંપત્તિને એક ટિકિટ ખરીદવાનું કહેવામાં આવ્યું, ત્યારબાદ દંપત્તિએ એક ફિલ્મ જોઈ અને એને રેટિંગ કરી.

શરૂઆતમાં તો 99,000 ખાતામાં પણ જમા થયા

પોલીસે આપેલી જાણકારી મુજબ, ભેજાબાજોએ ટિકિટનું પહેલું બંચ ખરીદવા માટે દંપત્તિને 10 હજારની કૂપનો મોકલી હતી. જે બાદ કમિશન સહિત 99 હજાર ખાતામાં જમા કર્યા. આમ, દપંતીનો વિશ્વાસ જીતવા માટે પહેલા રૂપિયા આપ્યા, જે બાદ પીડિતોએ રેટિંગ આપવા માટે ટિકિટ ખરીદવાનું શરુ કર્યુ. જોતજોતામાં આ રકમ 5 લાખ સુધી પહોંચી ગઇ. હવે જ્યારે દંપત્તિ આ 5 લાખ ઉપાડવા માટે ગયા ત્યારે વધુ કમાણી માટે બીજી ટિકિટ ખરીદવાનું કહેવામાં આવ્યું.

ઠગોએ મહિલાને લોન્ડરિંગના કેસનો ડર બતાવ્યો

મૂવી રેટિંગના વ્યવસાયમાં મહિલા પોતાની જ રકમ પાછી મેળવવાના ચક્કરમાં ટ્રેપમાં ફસાઈ ગઈ. મહિલાએ ટિકિટ ખરીદવામાં કુલ 40 લાખનું રોકાણ કર્યુ. જ્યારે આ મહિલાએ 40 લાખ ઉપાડવાનો પ્રયાસ કર્યો તો ઠગોએ પહેલા સરચાર્જ ચૂકવવાનું કહ્યું, કેમકે 40 લાખ એ બહુ મોટી રકમ ગણાય. જેથી ચૂકવણીની રકમ લગભગ 70 લાખ સુધી પહોંચી ગઇ. પોલીસે જણાવ્યું કે, ભેજાબાજોએ મહિલાને કહ્યું કે, જો તમે આટલી મોટી રકમ ઉપાડશો તો તમારી સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ થઈ શકે છે. જોથી બચવું હોય તો સંપૂર્ણ રકમ કોઈ બીજી સ્કીમમાં લગાવી દો. આમ, સમગ્ર મામલે દંપત્તિને છેતરપિંડીનો અહેસાસ થાય એ પહેલાં તો 1.12 કરોડ જમા કરી દીધા.

જોકે, છેલ્લે દંપત્તિને અહેસાસ થયો કે, આપણી સાથે તો મોટું ફ્રોડ થઇ ગયું છે. જેથી જામનગર સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરી. જેથી પોલીસે સમગ્ર મામલો તપાસ્યો. જામનગર સાયબર ક્રાઈમ પોલીસ ઈન્સપેક્ટર પીપી ઝાએ કહ્યું કે, આ ઘટના બાદ અમે બેંકના વ્યવહારો શોધી કાઢ્યા છે.