Karnataka: વીજકાપથી પરેશાન ખેડૂતો સબ સ્ટેશનમાં મગર લઈને પહોંચ્યા

Karnataka: ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે પરંતુ તેમની સમસ્યાઓને ઘણી વખત સરકાર દ્વારા નજર અંદાજ કરવામાં આવતી હોય છે. ત્યારે કર્ણાટક (Karnataka)ના વિજયપુરામાં ખેડૂતોએ વીજકાપ (Power Cut)ની સમસ્યાનો વિરોધ દર્શાવવા માટે ખૂબ જ અસામાન્ય કહી શકાય તેવો રસ્તો અપનાવ્યો હતો.  Karnatakaના ખેડૂતો વીજકાપથી પરેશાન કર્ણાટકના વિજયપુરાના ખેડૂતોને વીજકાપની સમસ્યાના કારણે ખેતીલક્ષી કામોમાં ભારે મુશ્કેલી […]

Share:

Karnataka: ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે પરંતુ તેમની સમસ્યાઓને ઘણી વખત સરકાર દ્વારા નજર અંદાજ કરવામાં આવતી હોય છે. ત્યારે કર્ણાટક (Karnataka)ના વિજયપુરામાં ખેડૂતોએ વીજકાપ (Power Cut)ની સમસ્યાનો વિરોધ દર્શાવવા માટે ખૂબ જ અસામાન્ય કહી શકાય તેવો રસ્તો અપનાવ્યો હતો. 

Karnatakaના ખેડૂતો વીજકાપથી પરેશાન

કર્ણાટકના વિજયપુરાના ખેડૂતોને વીજકાપની સમસ્યાના કારણે ખેતીલક્ષી કામોમાં ભારે મુશ્કેલી પડી રહી છે. દિવસે વીજળીનો પૂરતો પુરવઠો ન આપવામાં આવતો હોવાથી તેમણે રાત્રિના સમયે ખેતરોમાં જવું પડે છે જેથી તેમને જંગલી જાનવરો અને સાપ વગેરેનું જોખમ રહે છે. 

ત્યારે વીજકાપની સમસ્યાનો વિરોધ કરવા માટે તેઓ સરકારી હુબલી વીજળી પુરવઠા કંપની (હેસકોમ)ના કાર્યાલયમાં મગર લઈને ધસી ગયા હતા. 

વધુ વાંચો: વાયરલ થઈ રહ્યો છે પાણીની અંદર ગરબા રમતા હાઈડ્રોમેનનો વીડિયો

ખેડૂતોનું અનોખું વિરોધ પ્રદર્શન

દિવસે વીજળીનો પૂરતો પુરવઠો ન મળતો હોવાથી રાત્રિના સમયે ખેતરમાં કામ કરી રહેલા કર્ણાટક (Karnataka)ના એક ખેડૂતને ગત સપ્તાહે પોતાના ખેતરમાં એક મગર જોવા મળ્યો હતો. ખેડૂત મોડી રાતે વીજ સેવા ચાલુ થયા બાદ ખેતરમાં ઉભા પાકને પાણી વાળવા માટે ગયો હતો. તે સમયે નજીકમાં રહેલી કૃષ્ણા નદીમાંથી એક મગર શિકારની શોધમાં ખેતરમાં પહોંચી ગયો હતો. 

મગરને જોયા બાદ ખેડૂતે તાત્કાલિક પોતાના સાથી ગ્રામીણોને ખેતરમાં બોલાવ્યા હતા અને તેમણે મગરને બાંધી દીધો હતો. ત્યાર બાદ તેઓ ખેડૂતોને કયા પ્રકારના જોખમનો સામનો કરવો પડે છે તેનો આભાસ કરાવવા માટે મગરને લઈને ગત 19 ઓક્ટોબરના રોજ હેસકોમની ઓફિસ પહોંચી ગયા હતા. ઓફિસમાં મગર જોઈને હેસકોમના અધિકારીઓ ડરી ગયા હતા અને તેમણે પોલીસ અને વનવિભાગના અધિકારીઓને જાણ કરી હતી. 

વધુ વાંચો: 74 વર્ષે પણ 20ના દેખાતા અમેરિકન ફેશન ડિઝાઈનરની યુવાનીનું રહસ્ય જાણો

ખેડૂતોની સમસ્યાના નિરાકરણનું આશ્વાસન

આ ઘટના બાદ અધિકારીઓએ ગ્રામીણોને દિવસના સમયે કોઈ વીજકાપ (Power Cut) ન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાની ખાતરી આપી હતી. વનવિભાગના અધિકારીઓએ તે મગરને પકડીને અલમાટી ડેમમાં છોડી મુક્યો હતો. તે મગર ડેમમાંથી ભટકીને જ ખેતરમાં પહોંચ્યો હોવાનું માનવામાં આવે છે. 

કૃષિ વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે આ વર્ષે ઓછો વરસાદ વરસ્યો હોવાના કારણે ખેતીલક્ષી ગતિવિધિઓમાં અડચણો ઉભી થઈ છે. ડેમમાં પાણી ઓછું હોવાથી તે સિંચાઈ માટે છોડવું શક્ય નથી. આ કારણે ખેડૂતો પાકને પાણી સિંચવા માટે બોરવેલ પર નિર્ભર બન્યા છે. કૃષિ માટે વીજળીનો વધુ ઉપયોગ થઈ રહ્યો હોવાથી વીજળીની સમસ્યા જોવા મળી રહી છે. 

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ ઘટનાનો 26 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીમાંથી એક વિશાળ મગરને સબ સ્ટેશન પાસે નીચે ઉતારતા દેખાય છે. તે મગરના મોઢા અને શરીરને દોરડા વડે બાંધી દેવામાં આવ્યું હતું

Tags :