અમદાવાદમાં લીંબુના ભાવમાં ભારે ઉછાળો

અમદાવાદમાં તેમજ ગુજરાતમાં હાલમાં ઉનાળે જોર પકડયું છે અને તેવામાં લીંબુની માંગમાં પણ વધારો થયો છે તેવાં સમયે તેનાં ભાવમાં તેજી આવી છે અને ભાવ લોકોની ત્રેવડની બહાર જઇ રહ્યા છે. હાલમાં ગરમીની સાથે જ રાજજહાં મહિનો પણ ચાલી રહ્યો છે આથી લીંબુની માંગમાં ઉછાળ આવ્યો છે.  અમદાવાદની ખેત ઉત્પાદન બાજાર સમિતિ (APMC)માં લીંબુનો ભાવ […]

Share:

અમદાવાદમાં તેમજ ગુજરાતમાં હાલમાં ઉનાળે જોર પકડયું છે અને તેવામાં લીંબુની માંગમાં પણ વધારો થયો છે તેવાં સમયે તેનાં ભાવમાં તેજી આવી છે અને ભાવ લોકોની ત્રેવડની બહાર જઇ રહ્યા છે. હાલમાં ગરમીની સાથે જ રાજજહાં મહિનો પણ ચાલી રહ્યો છે આથી લીંબુની માંગમાં ઉછાળ આવ્યો છે. 

અમદાવાદની ખેત ઉત્પાદન બાજાર સમિતિ (APMC)માં લીંબુનો ભાવ કિલોએ રૂ. 110 બોલાયો હતો. ઓનલા સામાન પૂરો પાડતી કંપનીઓ 190 રૂપિયે કિલો આપી રહી છે જ્યારે છૂટક બજારમાં તેનાં ભાવ રૂ. 200 છે. 

ગુજરાતમાં લીંબુનું ઉત્પાદન ઘણું ઓછું છે અને તેનો મુખ્ય પુરવઠો કર્ણાટકથી આવે છે તેમ એપીએમસીના અધિકારી જણાવ્યું હતું. 

અમદાવાદમાં રોજ 40 ટન લીંબુંની  ખપત છે પરંતુ ભાવ ઉચકાતા  તેની માંગમાં 20 ટકા જેટલો ઘટાડો થયો છે. ઘર અને રેસ્ટોરાંમાંથી લીંબુ ગાયબ થઈ રહ્યા છે. આ મહિનાના અંતે નવો પાક આવતા લીંબુના ભાવમાં ક્રમશ; ઘટાડો થશે તેમ એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું. કેટલીક એપીએમસીમાં લીંબુના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો છે અને કેટલાંક વેપારોએ  કિલોના રૂ. 90 ચુકવ્યા છે. તેમજ આ મહિનાના અંતે ભાવ ઘટીને કિલોએ રૂ. 50 થવાની ધારણા છે. 

હાલમાં અમદાવાદના પશ્ચિમના કેટલાંક વિસ્તારોમાં  મોટા નંગના  ભાવ કિલોએ રૂ. 225 ચાલી રહ્યા છે. જ્યારે નાંનાં નંગના ભાવ રૂ. 180 થી 200 ચાલે છે. 

રાજ્યના કેટલાંક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદને કારણે બજારમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયમાં વ્યાપારિક ધોરણે લીંબુની ખેતી થાય છે. ગુજરાત રાજય ખાટા લીંબુની ખેતી માટે દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આપણા રાજયમાં લીંબુની ખેતી કરતા જીલ્લાઓમાં મહેસાણા, ભાવનગર, આણંદ, ગાંધીનગર અને અમદાવાદ મુખ્ય છે. આ સિવાયના ભારે વરસાદ વિનાના તમામ જિલ્લાઓમાં વત્તા–ઓછા પ્રમાણમાં તેનું વાવેતર થાય છે.

ઉનાળાની ઋતુ દરમિયાન દર વર્ષની માફક આ વર્ષે પણ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. બજારમાં 50 ના કિલો વેચાતા લીંબુ હવે બસો રૂપિયા એક કિલો પહોંચ્યા છે ત્યારે ઉનાળાની ઋતુ દરમિયાન લીંબુના ભાવમાં ભારે ઉછાળો આવતા લોકોને હવે લીંબુની ખરીદી કરવામાં પણ કંજૂસાઈ કરવી પડે છે. જ્યાં એક કિલો લીંબુની ખરીદી થતી હતી, ત્યાં માત્ર અઢીસો ગ્રામ આસપાસ લીંબુની ખરીદી ગૃહિણીઓ કરી રહી છે.