ઈન્ટરવ્યુ લેવામાં કંપનીએ 15 મિનિટ મોડું કર્યું તો, રાહ જોવાને બદલે આ ભાઈએ વોકઆઉટ કર્યું

કોઈ પણ ક્ષેત્રે નોકરી મેળવવા માટે ઈન્ટરવ્યુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઈન્ટરવ્યુમાં સામાન્ય રીતે કંપનીઓ કડક વલણ દાખવે છે અને જેને નોકરી લેવી છે તે ચિંતામાં અને ગભરામણ અનુભવે છે, પરંતુ આનાથી વિપરિત ઘટના સામે આવી છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર શેર થયેલી પોસ્ટ પ્રમાણે, […]

Share:

કોઈ પણ ક્ષેત્રે નોકરી મેળવવા માટે ઈન્ટરવ્યુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઈન્ટરવ્યુમાં સામાન્ય રીતે કંપનીઓ કડક વલણ દાખવે છે અને જેને નોકરી લેવી છે તે ચિંતામાં અને ગભરામણ અનુભવે છે, પરંતુ આનાથી વિપરિત ઘટના સામે આવી છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર શેર થયેલી પોસ્ટ પ્રમાણે, એમ્પ્લોયર તરફથી જવાબ ન અપાતા, વ્યક્તિએ થોડો સમય રાહ જોયા પછી ઈન્ટરવ્યુ ન આપવાનું નક્કી કર્યું.  ઈન્ટરવ્યુ આપનાર વ્યક્તિ એ જણાવ્યું કે, “હું આજે 2:30 વાગ્યે આગળના દરવાજેથી અંદર ચાલ્યો ગયો, જ્યા હું આગળની લોબીમાં ડિરેક્ટરને મળવાનો હતો. મેં એક કર્મચારી સાથે વાત કરી તેણે મને જણાવ્યું કે , ડિરેક્ટર હમણાં એક મિનિટમાં જ આવી જશે.”

તેણે વધુ માહિતી શેર કરતાં જણાવ્યું કે, “15 મિનિટ બાદ 2:45 વાગ્યે, હું બહાર નીકળી ગયો. હું અમારી ઈન્ડસ્ટ્રીને જાણું છું, અને મારા માટે થોડી મિનિટો કરતાં વધારે સમય સુધી રાહ જોવાનું કોઈ કારણ નથી. આ કંપની તમારી ધીરજની કસોટી કરે છે કારણ કે તેઓ ખાતરી કરવા માગે છે કે ઉમેદવારને ખરેખર આ નોકરીની જરૂર છે કે કેમ જેથી કંપની તેમનું શોષણ કરશે.”

એમ્પ્લોયર ફ્રન્ટ લોબીમાં ડિરેક્ટર સાથે એમ્પ્લોયર માટેનો નિર્ધારિત સમય, બરાબર 2:30 વાગ્યે પહોંચ્યો હતો. તેણે એક કર્મચારી સાથે વાત કરી જેણે ડિરેક્ટરને જણાવ્યું ત્યારબાદ તેને જાણ કરવામાં આવી કે તે માત્ર એક મિનિટમાં આવી જશે. તેણે જણાવ્યું કે, “મારા વર્તમાન પદ માટેનો ઈન્ટરવ્યુ લગભગ 30 મિનિટ મોડો શરૂ થયો હતો, પરંતુ જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે મને તરત જ જાણ કરવામાં આવી હતી કે ત્યાં કોઈ સમસ્યા પર કામ ચાલી રહ્યું છે. તેથી હું બહાર રાહ જોતો રહ્યો. અહી મુખ્ય મુદ્દો એ હતો કે કોઈએ મને ત્યાં બેસવાને બદલે તરત જ સમજાવ્યું કે અહી શું થઈ રહ્યું છે.” 

એક યુઝર દ્વારા શેર કરવામાં આવેલી તાજેતરની ઘટનાએ ભારે ચર્ચા જગાવી કારણ કે, વ્યક્તિએ ઈન્ટરવ્યુ આપવા માટે 15 મિનિટ રાહ જોઈ હતી. આ પોસ્ટને કમેન્ટમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો, જેમાં કેટલાકે વ્યક્તિની પ્રશંસા કરી, એવું માનીને કે તેના સમયનું સન્માન કરવું જોઈએ. બીજી બાજુ, એવા અન્ય લોકો હતા જેમને લાગ્યું કે ઈન્ટરવ્યુમાંથી બહાર નીકળવું બિનજરૂરી છે.

એક યુઝરે લખ્યું, “ રિસેપ્શનિસ્ટ સાથે વાત કરી હોત અને પૂછ્યું હોત કે શું તમે ફરીથી ઈન્ટરવ્યુ શેડ્યૂલ કરી શકો છો?” અન્ય લોકોએ વ્યક્તિને સમર્થન આપતા લખ્યું, “પરંતુ જો તમે નોકરી પર 15 મિનિટ મોડા હોત, તો તમને તમારો પગાર કાપવામાં આવતો અથવા ઠપકો આપવામાં આવતો.”