Navratri 2023: વાયરલ થઈ રહ્યો છે પાણીની અંદર ગરબા રમતા હાઈડ્રોમેનનો વીડિયો

Navratri 2023: દેશભરમાં હાલ નવરાત્રી (Navratri 2023)ના તહેવારની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી ચાલી રહી છે. ભક્તો માતા દુર્ગાની પૂજા-અર્ચના કરીને તેમના આશીર્વાદ લઈ રહ્યા છે. નવરાત્રીમાં ગરબાનું ખૂબ આકર્ષણ હોય છે અને લોકો ગરબે ઝૂમવા માટે આખું વર્ષ આ તહેવારની રાહ જોતા હોય છે. ત્યારે આ નવરાત્રી દરમિયાન એક અસામાન્ય કહી શકાય […]

Share:

Navratri 2023: દેશભરમાં હાલ નવરાત્રી (Navratri 2023)ના તહેવારની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી ચાલી રહી છે. ભક્તો માતા દુર્ગાની પૂજા-અર્ચના કરીને તેમના આશીર્વાદ લઈ રહ્યા છે. નવરાત્રીમાં ગરબાનું ખૂબ આકર્ષણ હોય છે અને લોકો ગરબે ઝૂમવા માટે આખું વર્ષ આ તહેવારની રાહ જોતા હોય છે. ત્યારે આ નવરાત્રી દરમિયાન એક અસામાન્ય કહી શકાય તેવા પાણીની અંદર ગરબા (Underwater Garba)ના વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. પાણીની અંદર ગરબા રમતા હાઈડ્રોમેનનો વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. 

Navratri 2023નું અનેરૂ આકર્ષણ બન્યો હાઈડ્રોમેન

હાઈડ્રોમેનના નામથી પ્રખ્યાત એવા ભારતના પ્રથમ અન્ડર વોટર ડાન્સર જયદીપ ગોહિલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પાણીની અંદર ગરબા (Underwater Garba) કરી રહેલો દેખાય છે. હાઈડ્રોમેન જયદીપે પાણીની અંદર સ્કૂટી સાથે સ્ટંટ કરતા કે પછી અંડર વોટર સ્નૂકર રમતા વીડિયો પણ અગાઉ શેર કરેલા છે. 

વધુ વાંચો: માતા દુર્ગાના ગિરવે મુકેલા ઘરેણાં છોડાવવા મુસ્લિમ વ્યક્તિએ કરી રૂ. 50,000ની મદદ

અંડર વોટર ગરબા સ્ટેજ

દેશના પ્રથમ અન્ડર વોટર ડાન્સર જયદીપ ગોહિલે આ નવરાત્રી (Navratri 2023) પર જે વિશેષ વીડિયો શેર કર્યો છે તેમાં સ્વિમિંગ પૂલમાં પાણીની અંદર દીવાલ પર ઢોલક અને રંગબેરંગી તોરણોથી શણગાર કરેલો છે. ઉપરાંત જયદીપ ગોહિલે રોયલ બ્લુ ધોતી સલવાર સાથે પ્રિન્ટેડ કુર્તો અને પગમાં મોજડી પણ કેરી કરી છે અને બંને હાથમાં દાંડિયા લઈને રાધે રાધે રાધે ગીત પર ગરબા રમી રહ્યો છે. 

હાઈડ્રોમેન જયદીપે પાણીમાં દાંડિયા વડે ગરબાનું એક ચક્કર પૂર્ણ કરીને પૂલની સપાટી પર સૂવાનો સ્ટંટ પણ કર્યો હતો અને લોકોને આશ્ચર્યનો વધુ એક ઝાટકો આપ્યો હતો. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ભારે ચોંકી ઉઠ્યા છે અને તેની ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે. 

ગરબા રસિકો નવરાત્રી દરમિયાન વિવિધ સ્ટંટ કરતા હોય છે અને વિવિધ પ્રકારના પરંપરાગત વસ્ત્રો તૈયાર કરાવીને કશુંક અલગ કરવા પ્રયત્ન કરતા હોય છે. પરંતુ દેશના પ્રથમ અંડર વોટર ડાન્સર જયદીપે આ નવરાત્રી દરમિયાન અંડર વોટર ગરબા કરીને દેશભરમાં ચર્ચા જગાવી છે. 

વધુ વાંચો: આ ફિટનેસ બેન્ડ પર 80% સુધીનું ધમાકેદાર ડિસ્કાઉન્ટ

હાઈડ્રોમેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પાણીની અંદર ગરબા (Underwater Garba)નો વીડિયો શેર કર્યો હતો જેને લાખો લોકોએ નિહાળ્યો હતો. જયદીપના આ મંત્રમુગ્ધ કરી નાખનારા વીડિયોમાં તેનું ડાન્સ પ્રત્યેનું સમર્પણ પણ દેખાઈ આવે છે જે તેને પાણીમાં આ પ્રકારે સ્ટેપ્સ લેવા માટે તૈયાર કરે છે. 

જયદીપના અગાઉના વીડિયો પણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખૂબ વાયરલ થયા છે ત્યારે ફરી એક વખત તેણે આ નવરાત્રી સ્પેશિયલ પર્ફોર્મન્સ દ્વારા લોકોનું દિલ જીતી લીધું છે.