Nick Jonasએ દેશી વાયરલ ટ્રેન્ડના રંગે રંગાઈને કરી પ્રિયંકા ચોપરાના લુકની પ્રશંસા

Nick Jonas: રણવીર સિંહ, વામિકા ગબ્બી, દીપિકા પાદુકોણ બાદ વધુ એક સેલિબ્રિટીએ ‘જસ્ટ લુકિંગ લાઈક અ વાઉ’ (Just looking like a wow) ટ્રેન્ડમાં ઝંપલાવીને મનોરંજન પૂરૂ પાડ્યું છે. દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના પરદેશી પતિ નિક જોનસે (Nick Jonas) આ ટ્રેન્ડ દ્વારા પત્નીના સ્પેશિયલ લુકની પ્રશંસા કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.   Nick Jonasનો દેશી અંદાજ અંબાણી […]

Share:

Nick Jonas: રણવીર સિંહ, વામિકા ગબ્બી, દીપિકા પાદુકોણ બાદ વધુ એક સેલિબ્રિટીએ ‘જસ્ટ લુકિંગ લાઈક અ વાઉ’ (Just looking like a wow) ટ્રેન્ડમાં ઝંપલાવીને મનોરંજન પૂરૂ પાડ્યું છે. દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના પરદેશી પતિ નિક જોનસે (Nick Jonas) આ ટ્રેન્ડ દ્વારા પત્નીના સ્પેશિયલ લુકની પ્રશંસા કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.  

Nick Jonasનો દેશી અંદાજ

અંબાણી પરિવારે તાજેતરમાં જ દેશના સૌથી મોટા મોલ જિયો વર્લ્ડ પ્લાઝાનું ઓપનિંગ કર્યું હતું. આ પ્રસંગે ખાસ હાજરી આપવા ભારત પધારેલી પ્રિયંકા ચોપરાએ રેડ કાર્પેટ પર વોક નહોતું કર્યું પરંતુ તેણે પાર્ટી પછી કેટરિના કૈફ, સોનાલી બેન્દ્રે સહિતના સેલેબ્સ સાથે પોઝ જરૂરથી આપ્યો હતો. આ ઈવેન્ટ માટે તેણે જે સાડી પહેરી હતી તે લુકની પ્રશંસા કરવા માટે તેના પતિ નિક જોનસ (Nick Jonas) દ્વારા એક વાયરલ ટ્રેન્ડનો સહારો લેવામાં આવ્યો હતો. 

પ્રિયંકા ચોપરાએ ઈવેન્ટ માટે નિયોન ગ્રીન સબ્યસાચી સાડી પહેરી હતી અને તેને વેલ્વેટના મેચિંગ બ્લાઉઝ સાથે પેર કરી હતી. પ્રિયંકાની સ્ટાઈલિસ્ટ અમી પટેલે તેના આ લુકને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ત્યારે પ્રિયંકાના પતિ, એક્ટગર અને ગાયક નિક જોનસે તે પૈકીના એક ફોટોને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને સો બ્યુટીફુલ, સો એલિગન્ટ… જસ્ટ લુકિંગ લાઈક અ વાઉ (Just looking like a wow) એવું કેપ્શન આપ્યું હતું અને વાયરલ ટ્રેન્ડમાં ઝંપલાવ્યું હતું. 

વધુ વાંચો: રણવીર સિંહે નીતા અંબાણીના કર્યા વખાણ, કહ્યું- જસ્ટ લુકિંગ લાઈક અ વાઉ

Just looking like a wow ટ્રેન્ડ શું છે?

હકીકતે ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સલવાર સૂટ વગેરેનું વેચાણ કરતી એક સ્ત્રીનો વીડિયો વાયરલ થયા બાદ આ ટ્રેન્ડ શરૂ થયો છે. તે સ્ત્રી પોતાના ડ્રેસને જે અંદાજમાં વેચી રહી હતી તે એટલો વાયરલ થઈ રહ્યો છે કે, હવે સેલિબ્રિટીઝ પણ આ વાયરલ ટ્રેન્ડની મજા માણી રહ્યા છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ, હિના ખાન, રણવીર સિંહ વગેરેએ આ સ્ટાઈલ રીલ બનાવી છે ત્યારે હવે નિક જોનસ પણ ટ્રેન્ડમાં સામેલ થયા છે. 

હાલ ઈન્સ્ટાગ્રામ પર આ ટ્રેન્ડની અનેક રીલ્સ વાયરલ થઈ રહી છે અને દીપિકા પાદુકોણે પણ આ ટ્રેન્ડિંગ ઓડિયો સાથે લિપ સિંક કરીને રીલ બનાવી હતી. ઉપરાંત ક્રિકેટર કેએલ રાહુલે પણ ઈન્સ્ટાગ્રામ પર પત્ની, અભિનેત્રી આથિયા શેટ્ટીના એક ફોટો નીચે કોમેન્ટમાં સો બ્યુટીફુલ, સો એલિગન્ટ… જસ્ટ લુકિંગ લાઈક અ વાઉ લખ્યું હતું

પ્રિયંકા ચોપરા થોડા દિવસ પહેલા જ જિયો ઈવેન્ટ્સ માટે મુંબઈ આવી હતી અને તેણે યુએસ જતા પહેલા કરવા ચોથના તહેવારની ઉજવણી કરી હતી. તેણે નિકને ટેગ કરીને આ ખાસ દિવસ માટે એક સ્ટોરી પણ શેર કરી હતી અને સૌને કરવા ચોથની શુભેચ્છા પાઠવી હતી.