Jio World Plaza event: રણવીર સિંહે નીતા અંબાણીના કર્યા વખાણ, કહ્યું- જસ્ટ લુકિંગ લાઈક અ વાઉ

Jio World Plaza event: મુકેશ અંબાણીના જિયો વર્લ્ડ પ્લાઝા લક્ઝરી મોલનું મંગળવારે 31 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બોલીવુડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. જેમાં કરિશ્મા કપૂર, રણવીર સિંહ, સુનીલ શેટ્ટી, વિજય વર્મા અને તમન્ના ભાટિયા, આથિયા શેટ્ટી, સુનીલ શેટ્ટી, શહેનાઝ ગિલ અને અર્જુન કપૂર જોવા મળ્યા હતા. આ ઈવેન્ટનો એક […]

Share:

Jio World Plaza event: મુકેશ અંબાણીના જિયો વર્લ્ડ પ્લાઝા લક્ઝરી મોલનું મંગળવારે 31 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બોલીવુડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. જેમાં કરિશ્મા કપૂર, રણવીર સિંહ, સુનીલ શેટ્ટી, વિજય વર્મા અને તમન્ના ભાટિયા, આથિયા શેટ્ટી, સુનીલ શેટ્ટી, શહેનાઝ ગિલ અને અર્જુન કપૂર જોવા મળ્યા હતા. આ ઈવેન્ટનો એક વીડિયો ઘણો વાયરલ થયો છે જેમાં રણવીર સિંહે (Ranveer Singh) નીતા અંબાણીના વખાણ કર્યા છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં રણવીર સિંહે, કાળી ધોતી સાથે બ્લેક બ્લેઝર પહેર્યું હતું. જેમાં તે હંમેશની જેમ હેન્ડસમ દેખાતો હતો. વીડિયોમાં રણવીર સિંહ (Ranveer Singh) લોકોનું મનોરંજન કરતો જોવા મળે છે. આ ઉપરાંત, રણવીર સિંહ બધાની સામે નીતા અંબાણીના વખાણ કરતો જોવા મળી રહ્યો છે. 

વધુ વાંચો: Badshahને મહારાષ્ટ્રની સાયબર સેલનું તેડું

Jio World Plaza eventમાં રણવીર સિંહે લોકોના દિલ જીત્યા 

અભિનેતાએ ઈવેન્ટ (Jio World Plaza event)માં વાહ ટ્રેન્ડ લાઈન સાથે લોકોના દિલ જીતી લીધા હતા. રણવીર સિંહે નીતા અંબાણીને જોઈને કહ્યું, સો બ્યુટીફુલ, સો એલિગેંટ, જસ્ટ લૂકિંગ લાઈક અ વાઉ.’ આ પછી રણવીર સિંહે કહ્યું કે દુનિયા તેમને નીતા મુકેશ અંબાણી તરીકે ઓળખે છે પરંતુ અમે તેમને પ્રેમથી નીતા ભાભી કહીએ છીએ. અમારી નીતા ભાભી વાઉ છે. નીતા અંબાણીની બાજુમાં બેઠેલા મુકેશ અંબાણી પણ રણવીર સિંહની આ વાત પર હસતા જોવા મળે છે.

થોડા દિવસો પહેલા દીપિકા પાદુકોણે પણ આ વાયરલ ડાયલોગ પર એક ફની વીડિયો બનાવ્યો હતો, જેની ખૂબ ચર્ચા થઈ હતી. રણવીર સિંહે (Ranveer Singh) પણ દીપિકાનો આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ત્યારથી આ ડાયલોગ વધુ ફેમસ થયો છે. હાલમાં આ વીડિયોને ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો: Matthew Perryનો પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવ્યો

જિયો વર્લ્ડ પ્લાઝા ઈવેન્ટ (Jio World Plaza event)માં વિજય વર્મા અને તમન્ના ભાટિયા રેમ્પ પર સાથે જોવા મળ્યા હતા. આ ઉપરાંત, આથિયા શેટ્ટીએ હંમેશની જેમ તેની રેમ્પ સ્ટાઈલથી પ્રભાવિત કરી રહી હતી, ત્યારે આ વખતે તે તેના પિતા સુનીલ શેટ્ટી સાથે જોવા મળી હતી. પિતા-પુત્રીની જોડીએ અનામિકા ખન્નાએ ડિઝાઈન કરેલા પોશાક પહેરીને સ્ટેજ પર પ્રવેશ કર્યો હતો. સુનીલ શેટ્ટીએ ડેનિમ સૂટ પહેર્યો હતો, ત્યારે તેની પુત્રીએ મલ્ટીકલર પ્રિન્ટેડ સૂટ પહેર્યો હતો.

રણવીર સિંહના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ડોન 3માં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની જગ્યા રણવીર સિંહે લીધી છે. આ સિવાય ડિરેકટર સંજય લીલા ભણસાલીની બૈજુ બાવરા અને રોહિત શેટ્ટીની સિંધમ અગેઈન પણ સામેલ છે.