OpenAIના યુઝર્સમાં ઘટાડો થતા 2024ના અંત સુધીમાં દેવાળિયું થવાની શક્યતા

OpenAIનું ChatGPT નવેમ્બર 2022માં લોન્ચ થયા પછી ઈતિહાસમાં સૌથી ઝડપથી વિકસતી એપ બની હતી. તેના લોન્ચ થયા પછી, તેણે નોકરીઓમાં માણસોને બદલવા માટે ઉત્સાહ અને ચિંતા બંને પેદા કર્યા છે. જ્યારે OpenAI એ GPT પર ટ્રેડમાર્ક માટે અરજી કરી હતી, ત્યારે તેને કંપની માટે ડાઉનફોલ તરીકે જોવામાં આવ્યું હતું અને એવી આગાહી પણ કરવામાં આવી […]

Share:

OpenAIનું ChatGPT નવેમ્બર 2022માં લોન્ચ થયા પછી ઈતિહાસમાં સૌથી ઝડપથી વિકસતી એપ બની હતી. તેના લોન્ચ થયા પછી, તેણે નોકરીઓમાં માણસોને બદલવા માટે ઉત્સાહ અને ચિંતા બંને પેદા કર્યા છે. જ્યારે OpenAI એ GPT પર ટ્રેડમાર્ક માટે અરજી કરી હતી, ત્યારે તેને કંપની માટે ડાઉનફોલ તરીકે જોવામાં આવ્યું હતું અને એવી આગાહી પણ કરવામાં આવી હતી કે ઘણા યુઝર્સ આખરે ChatGPT ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે.

એક અહેવાલ અનુસાર OpenAI કંપની 2024ના અંત સુધીમાં દેવાળિયું થઈ શકે છે. મે મહિનાની સરખામણીમાં જૂન અને જુલાઈ મહિનામાં OpenAI વેબસાઈટના યુઝર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જુલાઈ મહિનામાં 9.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે જૂન મહિનામાં 9.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જૂન મહિનામાં 1.7 બિલિયન યુઝર્સની સરખામણીએ જુલાઈ મહિનામાં 1.5 બિલિયન યુઝર્સ સાથે 12 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. 

આ ઘટાડાનું મુખ્ય કારણ API હોઈ શકે છે જેમાં મોટાભાગની કંપનીઓ તેમના કર્મચારીઓને કામ માટે તેનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરી રહી છે. જો કે, Large Language Model (LLM) ને અન્ય વર્કફ્લોમાં એકીકૃત કરવા APIનો ઉપયોગ કરવા માટે કોઈ પ્રતિબંધ નથી.

OpenAIના યુઝર્સમાં ઘટાડો થવાનું બીજું કારણ માર્ક ઝકરબર્ગનું મેટા હોઈ શકે છે જેણે તાજેતરમાં તેના Llama 2 ચેટબોટ લોન્ચ કર્યું હતું. Llama 2 પર મેટાના પસંદગીના ભાગીદાર તરીકે નિમણૂક કરાયેલ Microsoft, Windows ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઉપલબ્ધ થશે. 

OpenAI ChatGPT ચલાવવા માટે દરરોજ આશરે $700,000 ખર્ચે છે. Microsoft અને અન્ય તાજેતરના રોકાણકારો આ ખર્ચને તેમના પોતાના ખિસ્સામાંથી કવર કરી રહ્યા છે, જો OpenAI ટૂંક સમયમાં નફો નહીં કરે તો આખરે કંપનીને ખોટના કારણે ભારે હાલાકી ભોગવવી પડશે. 

મે મહિનામાં, OpenAI કંપનીએ AI ચેટબોટ વિકસાવવાનું શરૂ કર્યું ત્યારથી તેની ખોટ બમણી થઈને $540 મિલિયન થઈ ગઈ. વધુમાં, 2023 માટે, કંપનીએ $200 મિલિયનની વાર્ષિક આવકનો અંદાજ મૂક્યો છે અને 2024માં $1 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે.  

19 જુલાઇના રોજ, બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો હતો કે એપલ તેના AI સંચાલિત ચેટબોટ પર કામ કરી રહી છે જે OpenAI અને અન્યને પડકારી શકે છે. 

બીજું કારણ સતત ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU)ની અછત હોઈ શકે છે. ચીફ એક્ઝિક્યુટિવ સેમ ઓલ્ટમેને કહ્યું હતું કે બજારમાં GPUના અભાવે નવા મોડલ્સને સુધારવા અને વિકસાવવાની કંપનીની ક્ષમતાને અસર કરી છે. અગાઉ 3 ઓગસ્ટના રોજ કંપનીએ ‘GPT-5’ માટે ટ્રેડમાર્ક એપ્લિકેશન ફાઈલ કરી છે જે સૂચવે છે કે કંપની ટ્રેનિંગ મોડલ્સ ચાલુ રાખવા માંગે છે.