Vera Wang: 74 વર્ષે પણ 20ના દેખાતા અમેરિકન ફેશન ડિઝાઈનરની યુવાનીનું રહસ્ય જાણો

Vera Wang: કોઈ પણ વ્યક્તિ પોતાની યુવાની ટકાવી રાખવા માટે ભલે ગમે તેટલા પ્રયત્નો કરે પરંતુ ઉંમર વધવાની સાથે પોતાની જાતને આકર્ષક બનાવી રાખવી ખૂબ જ મુશ્કેલ છે. જોકે પ્રખ્યાત ફેશન ડિઝાઈનર વેરા વૅંગ (Vera Wang)ના ફોટોઝ સૌને આશ્ચર્યચકિત કરી દેવા માટે પૂરતા છે.  ખૂબ જ પ્રખ્યાત અમેરિકન ફેશન ડિઝાઈનર ( US Fashion Designer) વેરા […]

Share:

Vera Wang: કોઈ પણ વ્યક્તિ પોતાની યુવાની ટકાવી રાખવા માટે ભલે ગમે તેટલા પ્રયત્નો કરે પરંતુ ઉંમર વધવાની સાથે પોતાની જાતને આકર્ષક બનાવી રાખવી ખૂબ જ મુશ્કેલ છે. જોકે પ્રખ્યાત ફેશન ડિઝાઈનર વેરા વૅંગ (Vera Wang)ના ફોટોઝ સૌને આશ્ચર્યચકિત કરી દેવા માટે પૂરતા છે. 

ખૂબ જ પ્રખ્યાત અમેરિકન ફેશન ડિઝાઈનર ( US Fashion Designer) વેરા વૅંગની સ્ટાઈલિશ તસવીરો જોઈને કોઈ પણ તેમની ઉંમરને લઈ ખોટો અંદાજો બાંધી શકે છે. હોલિવુડ માટે અનેક વખત ડ્રેસ ડિઝાઈન કરનારા વેરા વૅંગે જાણે ઉંમરને માત આપી દીધેલી છે. 

વધુ વાંચો: રાત્રે આ ડ્રિંક પીને સૂવાથી બ્લોટિંગ અને ગેસની સમસ્યામાં મળશે રાહત

Vera Wangના બ્રાઈડલ આઉટફિટ લોકપ્રિય

વેરા વૅંગ દ્વારા તૈયાર કરવામાં આવેલા બ્રાઈડલ આઉટફિટની ભારે નામના છે. તેમના દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા ડ્રેસીઝ પહેરનારાઓની યાદીમાં મિશેલ ઓબામાથી લઈને આરિયાના ગ્રાંડે, સાંડ્રા બુલોક જેવી હસ્તિઓનો સમાવેશ થાય છે. પોતાના ક્રિએટિવ અને ડિઝાઈનર વસ્ત્રોની સાથે જ વેરા પોતે પણ ખૂબ સ્ટાઈલિશ છે. તેમના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેઓ ખૂબ જ આકર્ષક પોઝમાં જોવા મળે છે. 

જાણો 74 વર્ષે પણ યુવાનીનું રહસ્ય

અમેરિકન ફેશન ડિઝાઈનર ( US Fashion Designer) વેરા વૅંગની ઉંમર હાલ 74 વર્ષની છે પરંતુ તેઓ ખૂબ જ યુવાન અને આકર્ષક દેખાઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં તેમણે પોતાની યુવાનીનું રહસ્ય જાહેર કર્યું હતું અને તેનો સમગ્ર શ્રેય પોતાના આહારને આપ્યો હતો. 

ગુરૂવારે ન્યૂયોર્ક સિટીમાં DKMS ગાલા ખાતે પેજ સિક્સ સ્ટાઈલ સાથેની વાતચીતમાં વેરા વૅંગે જણાવ્યું હતું કે, “હું મેકડોનાલ્ડ્સ ખાઉં છું. હું દરરોજ તે ઓર્ડર કરૂં છું, 2 અઠવાડિયા તેના પર રહીને હું બદલાઈ જઈશ.” આ ઉપરાંત 74 વર્ષીય ડિઝાઈનરે પોતાને ડોનટ્સ પસંદ હોવાનું પણ જાહેર કર્યું હતું. તેમણે પોતાને ક્રીમથી ભરેલા સુગર કોટેડ ડોનેટ પસંદ હોવાનું જણાવ્યું હતું. 

વધુ વાંચો: ચિંતા ઘટાડવા માટે આ પોષક તત્વોને તમારા આહારમાં સામેલ કરો

ગત વર્ષે પણ એક ઈન્ટરવ્યુ દરમિયાન વેરા વેંગે પોતાને યુવાની જાળવી રાખવાનું રહસ્ય ખૂબ પુછવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. તેણે આ પ્રકારના સવાલોને પ્રશંસનીય ગણાવીને તેના માટે આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે, તેઓ 19 વર્ષના હતા ત્યારથી ફેશન વર્લ્ડમાં છે. કેમેરા સામે નહીં પણ કેમેરાની પાછળ. તેઓ વિશ્વની સુંદર સ્ત્રીઓ સાથે દરરોજ કામ કરે છે માટે યુવાની વિશે વિચારતા જ નથી. તેઓ આ અંગે પોતાની કલ્પનામાં ચિંતન કરે છે અને વૃદ્ધત્વ સામે લડવાની આ જ એક પ્રોડક્ટિવ ટ્રીક છે. 

તે સિવાય વૈંગે પોતાની યુવાની પાછળનું તમામ શ્રેય પોતાના કામને આપ્યું હતું. તેઓ હંમેશા કહેતા આવ્યા છે કે, વોડકા કોકટેલ, ઘણી બધી ઉંઘ અને કામ, તેમાં પણ કામ એ એક જાદુઈ અમૃત છે. 

Tags :