વિરાટ કોહલીએ તેની દસમા ધોરણની માર્કશીટ શેર કરી

વિરાટ કોહલીએ  હાલમાં જ તેનાં Koo એકાઉન્ટથી સોશિયલ મીડિયા પર તેની 10માં ધોરણની માર્કશીટ શેર કરી અને લખ્યું, “આ રસપ્રદ છે –  કેવી રીતે વસ્તુઓ તમારી માર્કશીટમાં જે સૌથી ઓછું દર્શાવે છે તે તમારા ચરિત્રમાં વધુ ઉમેરે છે. #LetThereBeSport.”  વિરાટ કોહલીએ  છેલ્લાં 15 વર્ષથી ભારતીય ટીમમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત સારું પ્રદર્શન કરીને રમત જગતમાં […]

Share:

વિરાટ કોહલીએ  હાલમાં જ તેનાં Koo એકાઉન્ટથી સોશિયલ મીડિયા પર તેની 10માં ધોરણની માર્કશીટ શેર કરી અને લખ્યું, “આ રસપ્રદ છે –  કેવી રીતે વસ્તુઓ તમારી માર્કશીટમાં જે સૌથી ઓછું દર્શાવે છે તે તમારા ચરિત્રમાં વધુ ઉમેરે છે. #LetThereBeSport.” 

વિરાટ કોહલીએ  છેલ્લાં 15 વર્ષથી ભારતીય ટીમમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત સારું પ્રદર્શન કરીને રમત જગતમાં એક અલગ અને અગ્રણી ઓળખ બનાવી છે. જોકે, તેને ભણવા કરતાં પણ વધુ ક્રિકેટનો શોખ હતો અને તે એટલો વધી ગયો કે ધો. 12 પછી  તેણે ભણવાનું છોડી ક્રિકેટ રમત પર કેન્દ્રિત કર્યું. કોહલી હાલ આઈપીએલની આગામી સિઝનની તૈયારીમાં વ્યસ્ત છે. દરમિયાન, વિરાટ કોહલીએ તેની 10મા ધોરણની માર્કશીટ શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 

તેણે 2004માં દિલ્હીમાં પશ્ચિમ વિહારની ઝેવિયર કોન્વેન્ટ સ્કૂલમાંથી પાસ કરી હતી. માર્કશીટમાં અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ટેક્નોલોજી, ગણિત, સામાજિક વિજ્ઞાન અને IT (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી)નો પરિચય જેવા વિષયો સામે માર્કસ છે, જો કે, કોહલી સુપરસ્ટાર છે તેવા રમતગમતનો  તેમાં ક્યાંય ઉલ્લેખ પણ  નહોતો. કોહલીએ PUMA ના ‘લેટ ધેર બી સ્પોર્ટ’ ઝુંબેશના ભાગ રૂપે આ પોસ્ટ  શેર કરી, જેથી નાગરિકોમાં શિક્ષણ અને પરંપરાગત અભ્યાસની સાથે રમતના મહત્વ વિશે જાગૃતિ વધે. કોહલીની માર્કશીટની તસવીર સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ ગઈ હતી.

હાલના સમયમાં  રમતમાં સૌથી યોગ્ય અને સૌથી પ્રેરણાદાયી વ્યક્તિઓમાંનો એક કોહલી 34 વર્ષીય છે અને ઓગસ્ટ 2022 માં ક્રિકેટમાંથી 6-અઠવાડિયાના વિરામ પછી, તે તેનું શ્રેષ્ઠ આપવાનાં નિર્ણય સાથે પાછો ફર્યો છે. એશિયા કપમાં પુનરાગમન કર્યા પછી, કોહલીએ પાંચ સદી ફટકારી છે અને તે સચિન તેંડુલકર (100)ને પાછળ રાખીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (75)માં બીજો સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે.

કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમતા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 2023માં પોતાનું ફોર્મ ચાલુ રાખવાની આશા સાથે 15 વર્ષના લાંબા સમયથી તેનાં ટાઇટલ મેળવવાના લક્ષ્યને આંબાવાનો પ્રયત્ન કરશે. 

રમતની વાતથી દૂર વિરાટ કોહલીના શોખની વાત કરી તો તેને ટેટૂનો ઘણો શોખ છે અને તે આઈપીએલ 23 અગાઉ તેનાં શરીર પર 12મુ ટેટૂ કરાવી રહ્યો છે. તેનાં દરેક ટેટૂમાં કોઈ ખાસ સંદેશ હોય છે ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે તેનું આગામી ટેટૂમાં શું હશે.