WhatsApp પર પેલેસ્ટાઈન પ્રોમ્પ્ટ પર હાથમાં બંદૂક સાથેના બાળકને દર્શાવવાથી જાગ્યો વિવાદ

WhatsApp: મેટાના સ્વામિત્વ વાળું સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપ (WhatsApp) તેના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા સંચાલિત સ્ટીકર્સના કારણે વિવાદોમાં ફસાયું છે. નવા અપગ્રેડમાં જ્યારે પેલેસ્ટાઈન માટે સ્ટીકર શોધવામાં આવે છે ત્યારે હાથમાં બંદૂક સાથેના બાળકનું સ્ટીકર દર્શાવવામાં આવે છે જેને લીધે વિવાદ જાગ્યો છે.  વિવાદોમાં ફસાયું WhatsApp છેલ્લા એક મહિનાથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભારે યુદ્ધ ચાલી […]

Share:

WhatsApp: મેટાના સ્વામિત્વ વાળું સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપ (WhatsApp) તેના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા સંચાલિત સ્ટીકર્સના કારણે વિવાદોમાં ફસાયું છે. નવા અપગ્રેડમાં જ્યારે પેલેસ્ટાઈન માટે સ્ટીકર શોધવામાં આવે છે ત્યારે હાથમાં બંદૂક સાથેના બાળકનું સ્ટીકર દર્શાવવામાં આવે છે જેને લીધે વિવાદ જાગ્યો છે. 

વિવાદોમાં ફસાયું WhatsApp

છેલ્લા એક મહિનાથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભારે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના હજારો લોકોના મોત થયા છે. ખાસ કરીને પેલેસ્ટાઈનમાં ઈઝરાયલની સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના કારણે ખૂબ જ કરૂણ માહોલ સર્જાયો છે અને અનેક લોકોએ પોતાના સ્વજનો, માલ-મિલકતો વગેરે ગુમાવ્યું છે. આ સંજોગોમાં વ્હોટ્સએપના સ્ટીકરમાં જે છબિ દર્શાવવામાં આવી રહી છે તેને લઈ ઈન્ટરનેટ યુઝર્સ ભારે રોષ ઠાલવી રહ્યા છે. 

વ્હોટ્સએપ (WhatsApp)નું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ટિકર જનરેટર યુઝર્સને તેમના ટેક્સ્ટ પ્રોમ્પ્ટ્સને સેકન્ડમાં જ સ્ટીકરમાં ફેરવી આપવાની સવલત પૂરી પાડે છે. ત્યારે જ્યારે જ્યારે ‘પેલેસ્ટિનિયન’ પ્રોમ્પ્ટ સાથે સ્ટીકરો બનાવવા માટે કહેવામાં આવે છે ત્યારે બંદૂક અથવા AK 47 રાઈફલ સાથે બાળકની છબિ દર્શાવવામાં આવી રહી છે. 

ઈઝરાયલની સારી છબિ દર્શાવાઈ

સામે જ્યારે ઈઝરાયલી બોય અંગે સ્ટીકર જનરેટ કરવામાં આવે તો હસતાં કે ફૂટબોલ રમતા બાળોકની છબિ દર્શાવવામાં આવે છે. તેનાથી પણ વધુ આઘાતજનક વાત એ છે કે, ઈઝરાયલી આર્મી કે પછી ઈઝરાયલી ડિફેન્સ ફોર્સ માટે સ્ટીકર જનરેટ કરવા કહેવામાં આવે તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બંદૂકો સાથેના સ્ટીકરોના બદલે ઈઝરાયલના મિલિટ્રી યુનિફોર્મમાં લોકોને હસતાં કે પ્રાર્થના કરતા દર્શાવવામાં આવી રહ્યા છે. 

વધુ વાંચો: WhatsAppમાં હવે વીડિયો જોવામાં આવશે ડબલ મજા

મેટાના પ્રવક્તાનું નિવેદન

મેટાના પ્રવક્તા કેવિન મેકએલિસ્ટરે ગાર્ડિયનને જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દાથી વાકેફ છે અને તેને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, અમે ફીચર લોન્ચ કર્યું ત્યારે જ જણાવેલું કે, મોડલ્સ અચોક્કસ અથવા અયોગ્ય આઉટપુટ આપી શકે છે. અમે તે વિકસિત થશે અને લોકો પ્રતિસાદ શેર કરશે તેની સાથે સુધારો કરવાનું ચાલુ રાખીશું. 

જોકે વ્હોટ્સએપ (WhatsApp) સ્ટીકરનો આ વિવાદ નેટીઝન્સને મેટાની ટીકા કરવા સુધી દોરી ગયો છે અને તેઓ ચેટજીપીટી જેવી અન્ય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ પરથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે. 

હમાસ અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધે હાલ પેલેસ્ટાઈનનો નકશો જ બદલી નાખ્યો છે. યુદ્ધના 30 દિવસ પૂરા થતાં સુધીમાં ઈઝરાયલની સેનાએ ગાઝાના બે ભાગલા કરી દીધા છે. એક અહેવાલ પ્રમાણે ઈઝરાયલે પેલેસ્ટાઈનવાસીઓને ગાઝાની ઉત્તરે સિનાઈમાં હાંકી કાઢવાની ગુપ્ત યોજના 52 વર્ષ પહેલાં બનાવી હતી.

Tags :