હવે WhatsApp સ્ટેટસ પણ Facebook સ્ટોરીમાં શેર કરી શકશો

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે યુઝર્સને પ્લેટફોર્મ છોડ્યા વગર Facebook સ્ટોરીઝ પર સ્ટેટસ અપડેટ શેર કરવામાં મદદ કરશે. WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp યુઝર્સ બંને એપમાં એક સાથે વીડિયો, ફોટો અને ટેક્સ્ટ શેર કરી શકશે. એટલે કે WhatsAppના સ્ટેટસ હવે Facebookની સ્ટોરીમાં દેખાશે. કહેવાઇ રહ્યું છે કે, WhatsApp […]

Share:

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે યુઝર્સને પ્લેટફોર્મ છોડ્યા વગર Facebook સ્ટોરીઝ પર સ્ટેટસ અપડેટ શેર કરવામાં મદદ કરશે.

WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp યુઝર્સ બંને એપમાં એક સાથે વીડિયો, ફોટો અને ટેક્સ્ટ શેર કરી શકશે. એટલે કે WhatsAppના સ્ટેટસ હવે Facebookની સ્ટોરીમાં દેખાશે. કહેવાઇ રહ્યું છે કે, WhatsApp iOS 23.7.0.75ના લેટેસ્ટ બીટા અપડેટમાં આ નવા ફીચરનું ટેસ્ટિંગ થઇ રહ્યું છે. જે ટૂંક સમયમાં WhatsApp અપડેટથી દરેક માટે રોલઆઉટ કરવામાં આવશે.

પ્રાઈવસી સેટિંગમાં આ ફીચરને એક્ટિવ-ઇનએક્ટિવ કરી શકાશે

WABetaInfo દ્વારા એક નવો અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે. આ એ વેબસાઇટ જે WhatsAppના તમામ નવા અપડેટ્સને ટ્રેક કરે છે. જેના મુજબ કોઈપણ વ્હોટ્સએપ યુઝર પ્રાઈવસી સેટિંગમાં જઈને આ ફીચરને એક્ટિવ-ઇનએક્ટિવ કરી શકે છે. જેનો અર્થ એ છે કે જો તમે બંને એપ્સમાં એક જ સમયે સ્ટેટસ અપડેટ કરવા માંગો છો, તો તમારે આ વિકલ્પને એક્ટિવ રાખવો પડશે. આ અગાઉ સ્ટેટસ શેર કરવાનું શક્ય હતું, પરંતુ દરેક વખતે જ્યારે તમે નવું પોસ્ટ કરે ત્યારે યુઝર્સે મેન્યુઅલી અપડેટ શેર કરવું પડતું હતું.

બધુ યુઝર્સના હાથમાં રહેશે

હવે WhatsApp યુઝર્સ નક્કી કરશે કે Facebook પર કયુ સ્ટેટસ શેર કરવું છે. આ સુવિધા વૈકલ્પિક હશે, જે ડિફોલ્ટ રૂપે બંધ રહેશે. જો WhatsApp યુઝર્સ નક્કી કરે છે કે હવે Facebook સ્ટોરીઝ પર WhatsApp સ્ટેટસ શેર કરવા નથી, તો કોઈપણ સમયે ઇનએક્ટિવ કરી શકે છે.

હાલ ઇન્સ્ટાગ્રામમાં આ ફિચર ઉપલબ્ધ છે

WABetaInfo અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, હવે યુઝર્સ પોતાના સ્ટેટસ બહુ બધા લોકોને સાથે શેર કરવામાં સક્ષમ બનશે. જોકે, યુઝર્સ નજીકના ભવિષ્યમાં ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના સ્ટેટસ શેર કરી શકશે. હાલમાં આ ફીચર ઇન્સ્ટાગ્રામમાં ઉપલબ્ધ છે, જેના દ્વારા યુઝર્સ પોતાની ઇન્સ્ટા સ્ટોરી અપડેટ કરતી વખતે Facebook પર પણ શેર કરી શકે છે.

એન્ડ્રોઇડ યુઝર્સ માટે WhatsAppએ બીટા એપમાં કોન્ટેક્ટ એડ અને એડિટ કરવાના ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જોકે, ટેસ્ટિંગ પછી WhatsApp બધા યુઝર્સ માટે આ સુવિધાને રોલઆઉટ કરશે, જે બાદ યુઝર્સ એપ્લિકેશનને બંધ કર્યા વગર જ કોન્ટેક્ટને એડ અને એડિટ કરી શકશે.

WhatsAppએ નિયમોનું ઉલ્લંઘન કરતા ID બંધ કર્યા

તાજેતરમાં WhatsAppએ જણાવ્યું હતું કે, અમે ફેબ્રુઆરીમાં લગભગ 46 લાખ ભારતીય એકાઉન્ટ્સને ગ્રાહક સુરક્ષા માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા જણાયા બાદ પ્રતિબંધિત કર્યા છે. આ સિવાય WhatsAppએ ઈન્ડિયાના એક માસના રિપોર્ટમાં એકાઉન્ટ્સ પર લેવામાં આવેલી કાર્યવાહીની યાદી પણ જાહેર કરી છે.