ભારતની 10 સુંદર Valley કે જ્યાં જઈને પકૃતિનો આનંદ માણવો એક લ્હાવો છે!
સ્પિતિ Valley
હિમાચલ પ્રદેશમાં સ્થિત, સ્પિતિ વેલી એક અદભુત સ્વર્ગ જેવી જગ્યા છે. ઉંચા પહાડોથી ઘેરાયેલા પ્રાચીન મઠોથી યુક્ત આ એક અદ્વિતીય અને આધ્યાત્મિક અનુભવ અપાવતી જગ્યા છે.
Credit: Google
નુબ્રા Valley
લદ્દાખમાં સ્થિત નુબ્રા વેલી પોતાના આશ્ચર્યજનક પર્વતો અને મનમોહક દ્રશ્યો માટે જાણીતી છે. આ એક પ્રસિદ્ધ જગ્યા છે.
Credit: Google
જાંસ્કર Valley
આ લદ્દાખમાં આવેલી એક અદભુત જગ્યા છે. ઉબડ-ખાબડ રસ્તાઓથી આ જગ્યાએ પહોંચી શકાય છે. આ પોતાના અદભુત ટ્રેક માટે પ્રસિદ્ધ છે. અહીંયા લોકો ઓફરોડિંગ કરવા આવે છે.
Credit: Google
ફૂલોની Valley
ઉત્તરાખંડમાં સ્થિત ફૂલોની ઘાટીને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું છે. આ એક જોરદાર અને રંગીન સ્વર્ગ જેવી જગ્યા છે. અહીંયા ચોમાસામાં હજારો પ્રજાતીઓના ફૂલો ખીલે છે.
Credit: Google
અરાકુ Valley
આંધ્રપ્રદેશમાં સ્થિત અરાકૂ ઘાટી પોતાના કોફીના બગીચાઓ અને સુંદર નયનરમ્ય દ્રશ્યો માટે પ્રસિદ્ધ છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ એક આદર્શ સ્થાન છે.
Credit: Google
કાંગડા Valley
હિમાચલ પ્રદેશમાં આવેલી કાંગડા ઘાટી પોતાની હરિયાળી અને પ્રાચીન મંદિરો માટે પ્રસિદ્ધ છે. અહીંયા આવીને અદભુત શાંતિની અનુભૂતિ થાય છે.
Credit: Google
તવાંગ Valley
અરૂણાચલ પ્રદેશમાં આવેલી તવાંગ ઘાટી એક અદભુત જગ્યા છે. આ પોતાના આશ્ચર્યજનક કુદરતી સૌંદર્ય, શાંત તળાવો અને બૌદ્ધ મઠો માટે પ્રસિદ્ધ છે.
Credit: Google
કુમાઉ Valley
ઉત્તરાખંડમાં સ્થિત કુમાઉ ઘાટી હિમાલયના નયનરમ્ય દ્રશ્યો માટે પ્રસિદ્ધ છે. આ નૈનીતાલ અને અલ્મોડા જેવા હિલસ્ટેશનોનું ઘર પણ છે.
Credit: Google
કૂર્ગ Valley
કર્ણાટકમાં સ્થિત, કૂર્ગ ઘાટી પોતાના હર્યાભર્યા કોફીના બગીચાઓ અને ધૂમ્મસથી ઘેરાયેલા પહાડો માટે પ્રસિદ્ધ છે. આ ટ્રેકિંગ અને વન્ય જીવનને જોતા એક લોકપ્રિય સ્થળ છે.
Credit: Google
View More Web Stories