Rajasthan Election Result: કોણ હતા રાજસ્થાનના પહેલા CM?
હીરાલાલ શાસ્ત્રી
રવિવારે રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવવાનું છે અને રાજ્યના તેમના નવા મુખ્યમંત્રી મળી જશે. ત્યારે જાણો કોણ હતા રાજસ્થાનના પહેલા મુખ્યમંત્રી?
Credit: Google
હીરાલાલ શાસ્ત્રી
રાજસ્થાનના પહેલા મુખ્યમંત્રી કોંગ્રેસ પાર્ટીના હીરાલાલ શાસ્ત્રી હતા. તેમણે દેશની સૌથી મોટી ગર્લ્સ યુનિવર્સિટી બનાવી હતી.
Credit: Google
હીરાલાલ શાસ્ત્રી
હીરાલાલ શાસ્ત્રીનો જન્મ 24 નવેમ્બર 1899ના રોજ જયપુર જિલ્લાના જોબનેરના ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ જોબનેરમાં થયું હતું. 1920માં તેમણે સાહિત્ય-શાસ્ત્રીની પદવી મેળવી. 1921માં જયપુરની મહારાજ કોલેજમાંથી B.A. કર્યું હતું.
Credit: Google
હીરાલાલ શાસ્ત્રી
હીરાલાલ શાસ્ત્રી ગામમાં એક આશ્રમ ખોલવા માંગતા હતા અને બાદમાં તેઓ જનસભાઓમાં ભાગ લેવા લાગ્યા અને ધીમે-ધીમે તેઓ નેહરુ અને સરદાર પટેલની નજીક આવ્યા હતા.
Credit: Google
હીરાલાલ શાસ્ત્રી
હીરાલાલ શાસ્ત્રીને પ્રજામંડલ ચલાવવાની જવાબદારી મળી અને દેશ આઝાદ થયા બાદ તેઓ સંવિધાન સભામાં વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને તેમને બધાએ સમર્થન પણ આપ્યું હતું.
Credit: Google
હીરાલાલ શાસ્ત્રી
30 માર્ચ 1949ના રોજ રાજસ્થાનનું ગઠન થયું અને સરદાર પટેલને હીરાલાલ શાસ્ત્રી પર વિશ્વાસ હતો. પછી શું.. પટેલે હીરાલાલ શાસ્ત્રીને જ રાજસ્થાન બનાવીને જયપુર મોકલ્યા હતા. જો કે, વર્ષ 1951માં વિવિધ કારણોસર હીરાલાલ શાસ્ત્રીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.
Credit: Google
View More Web Stories